ચટણી – સેવ – દહીંપુરી

સામગ્રી :-  પાણીપુરીની પુરી અથવા રવાની જાડી પુરી ૧૦૦ ગ્રામ બાફેલા ચણા (મીઠું નાખીને બાફી લેવા) ૨૦૦ ગ્રામ બાફેલા બટાકા ૧    ટેબલસ્પૂન લીલા મરચાની પેસ્ટ ૧/૨ કપ કાકડી બારીક સમારેલી […]

સામગ્રી :- 

પાણીપુરીની પુરી અથવા રવાની જાડી પુરી
૧૦૦ ગ્રામ બાફેલા ચણા (મીઠું નાખીને બાફી લેવા)
૨૦૦ ગ્રામ બાફેલા બટાકા
૧    ટેબલસ્પૂન લીલા મરચાની પેસ્ટ
૧/૨ કપ કાકડી બારીક સમારેલી
૧/૨ કપ ડુંગળી બારીક સમારેલી
૧/૨ કપ દાડમના દાણા
૧/૨ કપ લસણ અને લાલ મરચાની  ચટણી
૧/૨ કપ કોથમીર ફુદિનાની લીલી ચટણી
૧   કપ ખજૂર આમલીની ચટણી
૧   કપ ગળ્યુ દહીં
૧/૨ કપ ઝીણી સેવ
૧/૨ કપ બુંદી
૧/૨ ટેબલસ્પૂન જીરૂ પાવડર
૧/૨ ટેબલસ્પૂન સંચળ
મીઠું સ્વાદ અનુસાર

રીત :- 

બાફેલા બટાકા અને ચણાને એક બાઉલમાં લઈ મસળી નાખો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને લીલા મરચાની પેસ્ટ નાખીને ભેળવી લો

હવે પુરીને વચ્ચેથી તોડીને તેમાં આ મિશ્રણ ભરીને એક ડિશમાં ગોઠવી લો. પછી બધી જ પુરીમાં સમારેલી કાકડી, ડુંગળી અને સંચળ જીરુ પાવડર છાંટો .

જો માત્ર સેવ પુરી બનાવવી હોય તો ઉપરથી લાલ ચટણી, લીલી ચટણી, સેવ અને બુંદી નાખીને પીરસાય

એ જ રીતે દહીંપુરી માટે લાલ ચટણી, દાડમના દાણા અને ગળ્યું દહીં નાખીને બનાવી શકાય.

અને ચટણીપુરીમાં સેવ, બુંદી અને ખજૂર આમલીની ખાટીમીઠી ચટણી નાંખો.

(જો કે એકદમ ચટાકેદાર બનાવવું હોય તો આ બધીજ ચટણીઓ અને દહીં થોડા થોડા નાખી જુઓ… મજા આવી જાશે… 🙂 ચાલો એને મિક્સપુરી નામ આપીએ… )

About