ચકરી

સામગ્રી :-

૫૦૦  ગ્રામ ઘઉંનો લોટ
૧ ચમચો મલાઈ  
૧ ચમચો આખુ જીરુ, તલ અને અજમા
૧ ટી સ્પૂન લાલ મરચું
મીઠું સ્વાદ પ્રમાણે
તળવા માટે તેલ 

રીત :-

ઘઉંના લોટને એક પાતળા કપડામાં બાંધી કૂકરમાં વરાળથી બાફવા મૂકો.  આ રીતે બાફવા માટે કૂકરમાં પાણી મૂકીને તેમાં ઊંચું સ્ટેન્ડ કે કાંઠો મુકી તેના પર કાણાવાળી ડિશ અથવા જાળી મૂકીને તેના પર લોટ બાંધેલી પોટલી મૂકીને ૧૦ મિનિટ સુધી બાફી લો. ત્યારબાદ કપડામાંથી લોટ કાઢીને તેને ઝીણી ચાળણીથી ચાળી લો. પછી લોટમાં મલાઈ, ૧/૨  ચમચો તેલ, લાલ મરચું, જીરુ, અજમા, તલ, મીઠું અને પાણી નાખી રોટલીના લોટથી થોડો કઠણ એવો લોટ બાંધી લો.  હવે સંચામા ભરીને તેની ચકરી પાડી અને ગરમ તેલમાં તળી લો.

ગુજરાતી નાસ્તામાં ચકરીને મુખ્ય ગણાય છે અને નાના – મોટા સહુને ભાવે છે . આમ તો ચકરી ઘણી અલગ અલગ રીતે બને છે, વિવિધ દાળની ચકરી, ચોખા અને અડદની ચકરી,  માત્ર ચોખાના લોટની ચકરી વગેરે…  પરંતુ આ સૌથી સહેલી રીતે અને ઝડપથી બને છે.

About