ચીઝ કૉર્ન રોલ્સ

સામગ્રી :- રોલ્સ માટે ૨૦૦ ગ્રામ ચીઝ ૫૦ ગ્રામ કૉર્ન બાફેલા (અમેરિકન મકાઈના દાણા) ૧ ચમચો કેપ્સીકમ ઝીણુ સમારેલું ૧ ચમચો કોથમીર ઝીણી સમારેલી ૫૦૦ ગ્રામ બાફેલુ બટાકા ૧ ટી […]

સામગ્રી :-
રોલ્સ માટે
૨૦૦ ગ્રામ ચીઝ
૫૦ ગ્રામ કૉર્ન બાફેલા (અમેરિકન મકાઈના દાણા)
૧ ચમચો કેપ્સીકમ ઝીણુ સમારેલું
૧ ચમચો કોથમીર ઝીણી સમારેલી
૫૦૦ ગ્રામ બાફેલુ બટાકા
૧ ટી સ્પૂન ચીલી ફ્લૅક્સ
૧ ટી સ્પૂન ઓરેગાનો
૧ ટેબલ સ્પૂન કૉર્નફ્લોર
૭ થી ૮ લીલા મરચા ઝીણા સમારેલા
મીઠું સ્વાદ પ્રમાણે (બટાકા પુરતું જ)
૧૫ થી ૨૦ સ્લાઈસ બ્રાઉન બ્રેડ

કોટિંગ માટે
૨ ટેબલ સ્પૂન મેંદો
મીઠું
૧ ટી સ્પૂન તેલ

તળવા માટે તેલ

રીત :-
મેંદો અને પાણી ભેગા કરી એકદમ ઘટ્ટ બેટર બનાવી તેમાં તેલ અને મીઠું ઉમેરો. .
બ્રેડની કિનારી કાપીને ભીના કપડાથી ઢાંકી રાખો.

ચીઝ, બાફેલા મકાઈના (દાણા અધકચરા વાટીને), કોથમીર, બાફેલું બટાકુ, ચીલી ફ્લૅક્સ, ઓરેગાનો, કૉર્નફ્લોર, લીલા મરચા અને મીઠું આ બધું જ એક બાઉલમાં નાખી સારી રીતે મિક્સ કરી લો. હવે એમાંથી સરખા માપના ૧૫ થી ૨૦ નાના રોલ્સ વાળી એકબાજુ રાખી દો.

હવે દરેક બ્રેડને વેલણથી દબાવીને વણી લો, દરેક વણેલી બ્રેડમાં એક રોલ મૂકીને એને સાચવીને ગોળ રોલ વાળો અને મેંદાના બેટરથી કિનારી અને બન્ને બાજુના છેડા સીલ કરી લો. હવે બધા રોલ ગરમ તેલમાં તળી લો… આ રોલ ગરમ ગરમ સર્વ કરો. ચટણી કે ચટણી વિના સ્વાદમાં બેમિસાલ….

ટિપ :  બ્રેડને વણવાથી તળતી વખતે એમાં તેલ ભરાતુ નથી અને એકદમ ક્રિસ્પી બને છે…

About swatigadhia