કટલેટ્સ

સામગ્રી :- ૧ ટેબલ સ્પૂન ઝીણી સમારેલી ડુંગળી ૧/૨ ટી સ્પૂન આદુલસણની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન લીલા વટાણા ૧ ટેબલ સ્પૂન  છીણેલી કોબીજ ૧ ટેબલ સ્પૂન નાના ટુકડા કરેલું ગાજર […]

સામગ્રી :-

૧ ટેબલ સ્પૂન ઝીણી સમારેલી ડુંગળી
૧/૨ ટી સ્પૂન આદુલસણની પેસ્ટ
૧ ટેબલ સ્પૂન લીલા વટાણા

૧ ટેબલ સ્પૂન  છીણેલી કોબીજ
૧ ટેબલ સ્પૂન નાના ટુકડા કરેલું ગાજર
૧ ટેબલ સ્પૂન ઝીણી સમારેલી ફણસી
૧/૨ ટેબલ સ્પૂન છીણેલું બીટ
ર બાફેલા બટાકા
૧  નંગ લીલું મરચુ બારીક સમારેલું
૧/૨ ટી સ્પૂન ચાટ મસાલો
લાલ મરચું અને મીઠું સ્વાદ પ્રમાણે
૧/૪ ટી સ્પૂન હળદર
૧ ટેબલ સ્પૂન મેંદો અથવા કોર્નફ્લોર
૧  કપ બ્રેડક્રમ્સ
તળવા માટે તેલ

રીત :-  

બાફેલા બટાકાને છાલ કાઢીને છૂંદી લો.  અને વટાણા, ગાજર, ફણસીને અધકચરા બાફી લો.  હવે એક વાસણમાં તેલ મૂકીને ડુંગળી સાંતળો, ત્યાર બાદ આદુ લસણની પેસ્ટ અને લીલુ મરચુ નાખીને હલાવી લો. હવે  અધકચરા બાફેલા ગાજર, ફણસી અને વટાણા ઉમેરો. એમાં લાલ મરચું, હળદર, મીઠું અને ચાટ મસાલો નાખીને સારી રીતે મિક્સ કરી લો. હવે બાફેલા બટાકાનો માવો ઉમેરીને છીણેલું બીટ નાખો અને ફરી ભેળવી લો. મસાલો સરખો ચડે એટલા પૂરતું બે મિનિટ માટે ઢાંકીને ધીમા ગેસ પર ચડવા દો. પછી ઉતારી લો.

હવે એક ડીશમાં મેંદો કે કૉર્ન ફ્લૉર લઈ તેમાં પાણી ઉમેરીને પાતળું ખીરુ બનાવી લો.  અને બીજી ડિશમાં બ્રેડક્રમ્સ પાથરી રાખો.

હવે બટાકાના મિશ્રણને લઈ તેમાંથી કટલેટ્સનો આકાર આપીને ખીરામાં ડુબાડીને તરત જ બ્રેડક્રમ્સમાં રગદોળી નાખો અને સહેજ દબાવીને ક્રમ્સ સરખા ચોંટી જાય તેમ કરો. તળવા માટે તેલ ગરમ મૂકો. બધી કટલેટ્સ તૈયાર કરીને તળી લો અને પેપર નેપ્કિન પર કાઢતા જાવ જેથી વધારાનું તેલ તેમાં ચૂસાઈ જાય. તૈયાર થયેલી કટલેટ્સને ટોમેટો કેચપ અથવા લીલી ચટણી સાથે સર્વ કરો.

ઉપરથી સોનેરી દેખાતી આ કટલેટ્સને વચ્ચેથી કાપતા સરસ ગુલાબી રંગની દેખાશે.

 

About