દાળવડા

ચોમાસાની આ ઋતુમાં, વરસતા વરસાદમાં સૌથી વધારે જો યાદ આવે તો તે…. ગરમાગરમ દાળવડા, અને તીખા મરચા, ડુંગળી… ખરું ને?  તો ચાલો આજે થઈ જાય દાળવડા… મિત્ર મંથનની ફરમાઈશ પર…

સામગ્રી :-

૧/૨   કપ મગની દાળ
૧/૨   ચમચો ચણાની દાળ
૧/૨   ચમચો અડદની દાળ
૧       ચમચો આદુ મરચાની પેસ્ટ
૧૫  થી ૨૦ કળી ઝીણું સમારેલું લસણ
૧        ચમચી આખુ જીરુ
૧        ચપટી હિંગ
૧        ચમચો ગરમ તેલ
તળવા માટે તેલ
મીઠું સ્વાદ અનુસાર

રીત :- 

દાળને ૫ થી ૬ કલાક પલાળી રાખો. હવે બધી દાળોને સાથે થોડી અધકચરી ક્રશ કરી લો. ખીરુ એકદમ જાડુ રાખો પછી તેમાં આદુ મરચાની પેસ્ટ, લસણ, અધકચરુ વાટેલુ  જીરુ, હિંગ ભેળવીને ૧૦ થી ૧૫ મિનિટ રહેવા દો. તળતાં પહેલા તેમાં એક ચમચો ગરમ તેલ ઉમેરીને સારી રીતે ભેળવી લો. હવે ગરમ તેલમાં તળીને પાતળી સમારેલી ડુંગળી અને તળેલા લીલા મરચા સાથે ગરમ ગરમ સર્વ કરો…

(ડુંગળીને પાતળી સમારીને તેના ઉપર લીંબુનો રસ અને મીઠું છાંટો.)

About swatigadhia