ત્રણ પડવાળી ઘારી

સામગ્રી :- ૧૦૦  ગ્રામ પનીર ૧       કપ માવો ૨       ટેબલ સ્પૂન મિક્સ ડ્રાયફ્રુટ્સ ૨૫    ગ્રામ રવો ૧       ટેબલ સ્પૂન મેંદો […]

સામગ્રી :-

૧૦૦  ગ્રામ પનીર
૧       કપ માવો
૨       ટેબલ સ્પૂન મિક્સ ડ્રાયફ્રુટ્સ
૨૫    ગ્રામ રવો
૧       ટેબલ સ્પૂન મેંદો
૨૦૦  ગ્રામ ખાંડ
૧/૩   ટી સ્પૂન એલચીનો પાવડર
ઘી

રીત :-

એક પહોળા વાસણમાં પનીર અને રવો મસળીને મિક્સ કરીને એક બાજુ રાખી દો. લો. મેંદામાં પાણી ઉમેરી ખીરું બનાવો. માવાને ખુબ મસળીને તેમાં ખાંડ અને એલચી પાવડર ભેળવીને પૂરણ બનાવી લો.

પનીર અને રવાનું મિશ્રણ એકદમ નરમ થઈ જાય પછી તેમાંથી નાની નાની પૂરી વણીને તેમાં માવાનું પૂરણ ભરી ઘારી વાળી લો. એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. દરેક ઘારીને મેંદાના ખીરામાં ડૂબાડીને ગરમ ઘીમાં તળી લો.

એક વાસણમાં ખાંડ ડૂબે તેટલું પાણી લઈ બેતારી ચાસણી બનાવો. બધી જ ઘારી તેમાં ડૂબાડીને બહાર કાઢી તેની ઉપર ઘી રેડીને ઠરવા મૂકો ઉપરથી ડ્રાયફ્રુટ્સની કતરણ ભભરાવી સહેજ દબાવી દો. અને આ ઘારી ઠરે ત્યાર પછી પીરસો.

About