ઘૂઘરા

મિત્રો, દિવાળીની પરંપરાગત વાનગીઓમાં ઘૂઘરા ન હોય તો બધી મીઠાઈઓની હાજરીમાં પણ કંઈક ખૂટતું હોય તેવું લાગે… ખરુંને ? તો આજે બેલા શાહની ફરમાઈશ પર બનાવીએ ઘૂઘરા… સામગ્રી :- પૂરણ માટે  […]

મિત્રો, દિવાળીની પરંપરાગત વાનગીઓમાં ઘૂઘરા ન હોય તો બધી મીઠાઈઓની હાજરીમાં પણ કંઈક ખૂટતું હોય તેવું લાગે… ખરુંને ? તો આજે બેલા શાહની ફરમાઈશ પર બનાવીએ ઘૂઘરા…

સામગ્રી :-

પૂરણ માટે   

૨૫૦ ગ્રામ ઝીણો રવો
૨૫૦ ગ્રામ ઘી
૨૦૦ ગ્રામ ખાંડ
૧૦૦ ગ્રામ માવો / દૂધનો પાવડર
૧૦૦ ગ્રામ કાજુના ટુકડા
૧૦૦ ગ્રામ બદામના ટુકડા
૧૦૦ ગ્રામ કિસમિસના ટુકડા
૧૦૦ ગ્રામ કોપરાનું છીણ (ડ્રાય સિલોનીઝ કોપરુ)
૧/૨ ચમચી ઇલાયચી પાવડર

પૂરી માટે

૩૫૦ ગ્રામ મેંદો
ચપટી મીઠું
તેલ મોણ માટે અને તળવા માટે

રીત :-  

સૌપ્રથમ એક કડાઈમાં રવો અને ઘી મિક્સ કરીને શેકો, રવાને સતત હલાવતા રહીને ગુલાબી થાય ત્યાં સુધી શેકો. બરાબર શેકાઈ જાય એટલે તેને ગેસ પરથી નીચે ઉતારીને એક બાજુ ઠરવા મૂકી દો.

હવે તેમાં ઉમેરવા માટે કાજુ, બદામ, કિસમિસ, કોપરાનું છીણ બધાને ભેળવીને રાખી લો. જો ઘૂઘરામાં માવો નાખવા માગતા હો તો માવાને પણ એકદમ ગુલાબી થઈને તેમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી શેકી લો. માવાને બદલે મિલ્ક પાવડર નાખી શકાય. પણ જો મિલ્ક પાવડર ગળ્યો હોય તો ખાંડ થોડી ઓછી કરી નાખવી.

આ બધું શેકેલો રવો સાવ ઠંડો થાય પછી તેમાં ઉમેરીને સારી રીતે હલાવી લો. સૌથી છેલ્લે તેમાં ઇલાયચી પાવડર ભેળવી લો.

હવે મેંદામાં સહેજ મીઠું, તેલ અને પાણી નાખીને લોટ બાંધી લો. અને તેના નાના લુઆ કરીને સહેજ જાડી પુરી વણીને તેમાં વચ્ચે રવાનું પૂરણ ભરીને વાળી લો ફરતી કિનારીને સારી રીતે ચોંટાડીને તેની નાની નાની કાંગરી વાળી લો. આ રીતે બધા જ ઘૂઘરા બનાવીને તેને તેલમાં આછા ગુલાબી થાય ત્યાં સુધી ધીમા તાપે તળી લો.

(વાળીને તૈયાર કરેલા ઘૂઘરાને તળતા ઘણી વાર લાગે છે માટે તે સુકાઈ ન જાય તે માટે તળતા સુધી તેને ભીના કપડાથી ઢાંકી રાખો.સુકાઈ જતા આ ઘૂઘરા ક્યારેક તળતી વખતે કિનારીએથી ફાટીને તેલમાં ખુલી જાય છે અને તેલ ડહોળું થઈ જાય છે.)

About