JavaScript must be enabled in order for you to see "WP Copy Data Protect" effect. However, it seems JavaScript is either disabled or not supported by your browser. To see full result of "WP Copy Data Protector", enable JavaScript by changing your browser options, then try again.
Tue. Mar 19th, 2024

સામગ્રી :-

૧   લીલુ નાળિયેર
૧૦૦  ગ્રામ ખાંડ
૨    ટેબલ સ્પૂન મિલ્ક પાવડર
૧    કપ દૂધ
૧    ટેબલ સ્પૂન ઘી
૧    ટેબલ સ્પૂન પિસ્તા બદામના ફ્લૅક્સ
કેસર અને ઈલાયચી પાવડર સ્વાદ પ્રમાણે

રીત :-

લીલા નાળિયેરને છીણીને અથવા નાના ટુકડા કરીને મિક્સરમાં ક્રશ કરી લો. બે ચમચી દૂધમાં ૩ થી ૪ તાંતણા કેસર નાખીને પલાળી રાખો. ત્યારબાદ એક કડાઈમાં ઘી મુકીને તેમાં ક્રશ કરેલા નાળિયેરના છીણને ૨ થી ૩ મિનિટ સુધી સાંતળો. હવે એક પછી એક તેમાં દૂધ, મિલ્ક પાવડર, અને ખાંડ ઉમેરતા જાવ. આ મિશ્રણને સતત હલાવતા રહો. જ્યારે બધું જ મિશ્રણ એકસાથે ફરવા લાગે તેવું થાય ત્યાં સુધી ધીમા ગેસ પર હલાવતા રહો. ત્યાર પછી દૂધમાં પલાળેલું કેસર સહેજ ઘૂંટીને તેમાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો. ગેસ બંધ કરીને તેમાં ઈલાયચી પાવડર છાંટો. અને સર્વિંગ બાઉલમાં કાઢી લો.

સજાવટ માટે તેની ઉપર પિસ્તા અને બદામના ફ્લૅક્સ પાથરો. જો પસંદ હોય તો ચાંદીનો વરખ પણ લગાવી શકાય.

લીલા નાળિયેરની સુગંધ અને દૂધ સાથે તેનો સ્વાદ ખુબ જ સરસ આવે છે અને આ હલવો ફરાળી વાનગી તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે.

By

One thought on “લીલા નાળિયેરનો હલવો”

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.