JavaScript must be enabled in order for you to see "WP Copy Data Protect" effect. However, it seems JavaScript is either disabled or not supported by your browser. To see full result of "WP Copy Data Protector", enable JavaScript by changing your browser options, then try again.
Tue. Mar 19th, 2024
રબડી

સામગ્રી :-

૨         કપ દૂધ
૧/૨     કપ ફ્રેશ બ્રેડ (કિનારી કાપીને વચ્ચેના સફેદ ભાગને મસળી લો)
૧/૪    કપ કન્ડેન્સ્ડ મીલ્ક
૨         ચમચા સાકર
૧/૪    ચમચી એલચી પાવડર
૧/૨     ચમચી કોર્નફ્લૉરને ૧ ચમચા દૂધમાં હલાવીને બનાવેલી પૅસ્ટ
૧ – ૨   ટીપા વૅનિલા ઍસેન્સ

રીત  :-

ઊંડા માઈક્રોવેવ બાઊલમાં દૂધ, મસળેલી બ્રેડ, સાકર, કન્ડેન્સ્ડ મીલ્ક અને એલચી પાવડર મિક્સ કરીને તેને માઈક્રોવેવમા પાંચ મિનિટ હાઈ પર રાખો.
વચ્ચે બે બે મિનિટનાં અંતરે તેને થોડું હલાવો.
હવે આ મિશ્રણમાં કોર્નફ્લૉરની પૅસ્ટ નાખીને પાછું બે મિનિટ માટે  માઈક્રોવેવમાં હાઈ પર રાખો અને એક બે વાર હલાવો. વૅનિલા ઍસેન્સનાં ૧-૨ ટીપા નાખીને હલાવી નાખો. હવે તેને બહાર કાઢીને ઠંડી કરવા મુકો.
૫ થી ૬ દાણા પિસ્તાને પલાળીને તેને પાતળાં સમારીને ઠંડી રબડી પર નાંખીને પીરસો…

By

6 thoughts on “ઈન્સ્ટન્ટ રબડી”
  1. મને સહુથી વધારે ભાવતી જમણની વાનગી. અમદાવાદ આવું ત્યારે અઠવાડીયામાં બે વાર વીપુલ દ્દુધીયાની સીતાફળ બાસુદી ખાવાની જ…આજે જ અમારા ઘરની મહીલાઓને આ સાઈટનું સરનામું મોકલી આપું છું !

  2. વાંચીને તો મોં મા પાણી આવી ગયું. હવે આ રબડી ખાવી જ પડશે. થેંક્યુ સ્વાતિ !!!

  3. good mast vangio ni rit che mane khub mazza padi ane gujarati ma che atle vadhare saru lagyu. have mara ghare banavish.tnks

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.