કાશ્મીરી પુલાવ

સામગ્રી : ૧    કપ ચોખા ૧/૨ કપ ખાંડ ૨    ટેબલ સ્પૂન ઘી ૨    ટેબલ સ્પૂન પનીર ૨    ટેબલ સ્પૂન માવો ૨    ટેબલ સ્પૂન તળેલા કાજુના ટુકડા ૧    ટેબલ સ્પૂન કીસમીસ […]

સામગ્રી :

૧    કપ ચોખા
૧/૨ કપ ખાંડ
૨    ટેબલ સ્પૂન ઘી
૨    ટેબલ સ્પૂન પનીર
૨    ટેબલ સ્પૂન માવો
૨    ટેબલ સ્પૂન તળેલા કાજુના ટુકડા
૧    ટેબલ સ્પૂન કીસમીસ
૧    નાના બીટનો રસ
૧/૨ કપ સ્યુગર્ડ પાઈનેપલ
૨    ટેબલ સ્પૂન  સફરજનના ટુકડા (છાલ ઉતારીને)

રીત :

ચોખાને સહેજ કડક દાણો રહે તેમ બાફી લો. એક કડાઈમાં ઘી મૂકીને તેમાં છીણેલું પનીર અને છીણેલો માવો સાંતળો, હવે તેમાં તૈયાર કરેલો કડક ભાત અને ખાંડ ઉમેરી હલાવો. ખાંડનું પાણી બળવા માંડે ત્યારે તેમાં બીટનો રસ નાખી દો. થોડીવાર હલાવીને હવે સ્યુગર્ડ પાઈનેપલ (ચાસણીમાં નાખેલા પાઈનેપલના ટુકડા) અને સફરજનના ટુકડા, કાજુ અને કીસમીસ ઉમેરીને મિક્સ કરી લો. પાંચેક મિનિટ તેને ઢાંકીને ચડવા દો. અને તૈયાર થાય પછી ગરમ ગરમ પીરસો. પીરસતી વખતે ઉપરથી થોડા કીસમીસ અને કાજુના ટુકડા ઉમેરો.

વરાળ નીકળતો આ પુલાવ મસ્ત મુડ લાવી દેશે…

About