નાયલોન ખમણ

આજના ખમણ  નલિની શુક્લ (યુ.એસ.એ.)ની ફરમાઈશ પર… સામગ્રી :- ૧    કપ પાણી ૧    કપ બેસન ૧/૨ ટી. સ્પૂન લીંબુના ફૂલ ૧ ૧/૨ (દોઢ) ટે. સ્પૂન ખાંડ ૧  ટી. સ્પૂન […]

આજના ખમણ  નલિની શુક્લ (યુ.એસ.એ.)ની ફરમાઈશ પર…

સામગ્રી :-

૧    કપ પાણી
૧    કપ બેસન
૧/૨ ટી. સ્પૂન લીંબુના ફૂલ
૧ ૧/૨ (દોઢ) ટે. સ્પૂન ખાંડ
૧  ટી. સ્પૂન આદુ મરચાની પેસ્ટ
૧ ૧/૨ ટી. સ્પૂન ઇનો (ફ્રુટ સૉલ્ટ)
ચપટી હળદર
૧ ટી. સ્પૂન મીઠું

વઘાર માટે :
૨    ટે. સ્પૂન તેલ
૧    ટી. સ્પૂન રાઈ
૨ લીલા મરચા ઝીણા સમારેલા
ચપટી હિંગ
૧ ટી. સ્પૂન તલ (નાખવા હોય તો)
૨ ટે. સ્પૂન ખાંડ અને ૪ ટે. સ્પૂન પાણી હૂંફાળું મિક્સ કરવું

રીત :-

ઢોકળિયામાં પાણી નાખી ૮ થી ૧૦ ઇંચ પહોળી થાળીમાં તેલ લગાવીને ગરમ કરવા મૂકો.
એક પહોળા વાસણમાં પાણી લઈને તેમાં લીંબુના ફૂલ, મીઠું અને ખાંડ ઓગાળો. હવે તેમાં ધીમે ધીમે બેસન નાખીને હલાવી લો. ત્યાર પછી તેમાં આદુ મરચાની પેસ્ટ અને હળદર ઉમેરી મિક્સ કરો. પછી તેમાં ઇનો નાખીને હલાવો જેથી ખીરુ ફૂલી જશે આ મિશ્રણને હલાવતા હલાવતા જ થાળીમાં રેડી લો. ૧૫ થી ૨૦ મિનિટ ઢાંકીને ચડવા દો. ચડી ગયા પછી બહાર કાઢી લો.

એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરો, રાઈ તતડે પછી લીલા મરચાના ટુકડા, તલ અને હીંગ ઉમેરો અને થાળીમાં તૈયાર નાયલોન ખમણ ઉપર આ વઘાર રેડી દો. તેના ઉપર હૂંફાળું ખાંડનું પાણી રેડો.

આ ખમણ ગરમ ગરમ ખાવાની મજા જ કંઈ ઓર છે…

About swatigadhia