લેમન રાઈસ

સામગ્રી :-  ૧ કપ ચોખા ૨ મોટા લીંબુનો રસ ૨ લીલા મરચા ૧ ટી સ્પૂન રાઈ ૧ ટી સ્પૂન ચણાની દાળ ૧ ટી સ્પૂન અડદની દાળ ૧ ટેબલ સ્પૂન તળેલી ખારી […]

સામગ્રી :- 

૧ કપ ચોખા
૨ મોટા લીંબુનો રસ
૨ લીલા મરચા
૧ ટી સ્પૂન રાઈ
૧ ટી સ્પૂન ચણાની દાળ
૧ ટી સ્પૂન અડદની દાળ
૧ ટેબલ સ્પૂન તળેલી ખારી સિંગ અથવા તળેલા કાજુના ટુકડા
ચપટી હિંગ
૧/૪ ટી સ્પૂન હળદર
મીઠું સ્વાદ પ્રમાણે
લાલ સૂકું મરચું વઘાર માટે
૧ ટેબલ સ્પૂન તેલ
ઝીણી સમારેલી કોથમીર

રીત :- 

ધોઈને અડધી કલાક પલાળી રાખેલા ચોખાને દાણો સહેજ કડક રહે તેટલા રાંધી લો. (૧ કપ ચોખા હોય તો ૨ કપ પાણી) હવે તૈયાર થયેલા ભાતને એકબાજુ રાખો.

એક કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો, રાઈ તતડે પછી ચણાની દાળ, અડદની દાળ, હિંગ, તળેલી સિંગ અથવા કાજુના ટુકડા આ બધું જ એક પછી એક નાખતા જાવ અને સાંતળતા જાવ. ત્યારબાદ લીલા મરચા, સૂકા લાલ મરચાના ટુકડા ઉમેરો. હવે હળદર, મીઠું અને લીંબુનો રસ ઉમેરો અને સતત હલાવતા રહો. સારી રીતે બધું મિક્સ થઈ જાય એટલે તેમાં ઝીણી સમારેલી કોથમીર અને તૈયાર કરેલા ભાત ઉમેરીને બધા મસાલા સારી રીતે ભળી જાય એમ મિક્સ કરો સહેજ વાર માટે ઢાંકીને રાખો અને ગેસ પરથી ઉતારી લો.

આ તૈયાર થયેલા લેમન રાઈસને ગરમ ગરમ જ પીરસો.

About