મસાલા મગ

સામગ્રી :- ૨૫૦ ગ્રામ મોટા મગ ૨ ચમચી દળેલી ખાંડ ૧ ચમચી લાલ મરચું ૧ ચમચી ચાટ મસાલો ૧/૨ ચમચી હળદર પાવડર ૧/૨ ચમચી આમચુર પાવડર ૧/૨ ચમચી સંચળ મીઠું […]

સામગ્રી :-

૨૫૦ ગ્રામ મોટા મગ
૨ ચમચી દળેલી ખાંડ
૧ ચમચી લાલ મરચું
૧ ચમચી ચાટ મસાલો
૧/૨ ચમચી હળદર પાવડર
૧/૨ ચમચી આમચુર પાવડર
૧/૨ ચમચી સંચળ
મીઠું સ્વાદ અનુસાર
તળવા માટે તેલ

રીત :-

મગને સાત થી આઠ કલાક પાણીમાં પલાળી રાખો. એક ચાળણીમાં કાઢીને પાણી નિતારી લો. હવે એક કપડા પર મગને પાથરીને કોરા થવા દો. લગભગ એક કલાક સુધી સુકવીને પછી મગને થોડા થોડા કરીને એકદમ ગરમ તેલમાં તળો. થોડાક કરકરા થાય ત્યાં સુધી તળવા.

હવે તેલમાંથી કાઢીને એક પહોળા વાસણમાં નાખી તેમાં ઉપર જણાવ્યા પ્રમાણેનો બધો જ મસાલો વારાફરતી નાખતા જાવ અને સારી રીતે મિક્સ થાય તે રીતે હલાવતા જાવ.

મસાલો ભળી જાય અને મગ સાવ ઠંડા થાય ત્યાર પછી એરટાઈટ કન્ટેનરમાં ભરી લો.

About