સામગ્રી : –
૪ ટેબલ સ્પૂન ચોખા
ર ટેબલ સ્પૂન ચણાની દાળ
ર ટેબલ સ્પૂન અડદની દાળ
૧ ટેબલ સ્પૂન મગની દાળ
૧ ટેબલ સ્પૂન તુવેર દાળ
૧૦-૧૫ લીમડાના પાન
૩-૪ સૂકા લાલ મરચા
૧/૨ ટી સ્પૂન જીરુ
ચપટી હિંગ
સ્ટફીંગ માટે :-
૧ ઝૂડી પાલક ધોઈને ઝીણી સમારેલી
૨૦૦ ગ્રામ પનીર
૧૦૦ ગ્રામ ચીઝ
૧ અમેરીકન મકાઈના બાફેલા દાણા
૨-૩ ટેબલ સ્પૂન બટર
રીત :-
બધી જ દાળ અને ચોખા ધોઈને તેમાં મરચા, જીરુ, લીમડો, હીંગ નાખી દાળ-ચોખા ડૂબે તેનાથી થોડુંક વધારે પાણી નાખી ૩-૪ કલાક પલાળી રાખો. ત્યારબાદ ઝીણુંં વાટી લો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બાજુ પર રાખો. ઢોસા ઉતારવા માટે આ બેટર તૈયાર છે.
નૉન સ્ટીક પૅન ગેસ પર મૂકીને બેટર ફેલાવી સહેજ ચડી જાય એટલે ઉપર બટર લગાવીને બારીક સમારેલી પાલક પાથરો આ પાલક માખણમાં સરસ ચડી જશે. હવે બાફેલા મકાઈના દાણા નાખીને ઉપર ખમણેલું ચીઝ અને પનીર ભભરાવીને ઢોસાના પડને બન્ને બાજુથી વાળીને રોલ બનાવી લો. અંદર પાલક-મકાઈ સાથે ઓગળેલું ચીઝ એક મસ્ત સ્વાદ આપશે.
આ રોલને પ્લૅટમાં મૂકી ચાર કે પાંચ પીસમાં કાપીને ગરમ ગરમ સર્વ કરો.
નોંધ :
અલગ અલગ દાળ અને ચોખાનું મિશ્રણ, પાલક, મકાઈ અને ચીઝ, પનીર આ રેસિપીનું પોષણમૂલ્ય ખૂબ જ વધારી દે છે. અને કૈંક નવી વાનગી તો બધાને પસંદ આવે જ… ખરું ને ??? 🙂 Enjoy….
ચટણી માટે :
ર ટમેટા
ર ડૂંગળી
૪ – ૫ સૂકા મરચા
૧૫ – ૧૭ કાજુ
મીઠું સ્વાદ પ્રમાણે
એક વાસણમાં તેલ મૂકી તેમાં સૂકા મરચા સાંતળો, કાંદાના મોટા ટુકડા નાખો સાંતળો સહેજ ટ્ર્રાન્સપરન્ટ થાય એટલે ટમેટા નાખો સહેજ ગળે પછી કાજુ ઉમેરો દસેક મિનિટ આ મિશ્રણને ઢાંકીને શેકાવા દો. હવે ગેસ રથી ઉતારી મીઠું ઉમેરો, હવે બધું ક્રશ કરી લો.
એક વાસણમાં તેલ લો, તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો, રાઈ ફૂટે એટલે અડદની દાળ ઉમેરો તે ગુલાબી શેકાય પછી મીઠા લીમડાના પાન, સૂકા મરચા નાખીને આ વઘાર ઠંડો પડે એટલે ક્રશ કરીને રાખેલા મિશ્રણમાં ભેળવી લો.
Leave a Reply