ઓટ એન્ડ રેઝિન કૂકીઝ્

સામગ્રી  :- ૧   કપ  વ્હાઈટ ઓટ્સ ૧/૪   કપ  રોટલીનો લોટ ૨      ટેબલ સ્પૂન  ખાંડ ૨      ટેબલ સ્પૂન  દૂધ ૧      ટેબલ સ્પૂન સફેદ માખણ […]

સામગ્રી  :-

૧   કપ  વ્હાઈટ ઓટ્સ

૧/૪   કપ  રોટલીનો લોટ

૨      ટેબલ સ્પૂન  ખાંડ

૨      ટેબલ સ્પૂન  દૂધ

૧      ટેબલ સ્પૂન સફેદ માખણ  (ઘરે બનાવીએ તે)

૧      ટેબલ સ્પૂન  કાજુના ટુકડા

૧      ટેબલ સ્પૂન  કીસમીસ

રીત  :- 

એક બાઉલમાં ઓટ્સ, રોટલીનો લોટ,  ખાંડ, દૂધ,  માખણ અને કાજુ – કીસમીસના ટુકડા  બધું  એક પછી એક ભેળવીને લોટ બાંધી લો.  અને તેમાંથી નાના ગોળા બનાવી લો.

હવે બેકિંગ ટ્રેમાં સહેજ ઘી લગાવી તેમાં બધા જ ગોળા છૂટા છૂટા ગોઠવી લો. ઑવનને ૧૮૦ ડીગ્રીએ પ્રિ હિટ કરીને બેકિંગ ટ્રેને ઑવનમાં મૂકો. ૨૦ મિનિટ સુધી બેક કરો, દસ મિનિટ પછી બધા જ ગોળાને ઉલટાવી લો.

૨૦ મિનિટ  બેક થયા બાદ પ મિનિટ તેને સ્ટેન્ડબાય રાખીને બહાર કાઢી લો. ઠંડા  થાય પછી એરટાઈટ કન્ટેનરમાં ભરી લો.

આ સાવ સરળ અને પૌષ્ટિક કૂકીઝ બને છે. આમાં ક્યાંય મેંદો નથી, કોઈ એસેન્સ કે કલર નથી માખણ પણ ઘરે બનાવીએ તે સફેદ માખણ જ વાપર્યું છે.  આ કૂકીઝ એટલા સ્વાદિષ્ટ બને છે કે બહારના કૂકીઝ ભૂલી જશો…. આને અલગ અલગ કોમ્બિનેશનમાં  બનાવી જોજો અને અમને પણ જણાવજો…

About