પંજાબી છોલે

સામગ્રી :-

૨૦૦   ગ્રામ   કાબુલી ચણા
૪     નંગ – મધ્યમ સાઈઝની ડુંગળી (ક્રશ કરેલી)
૩      નંગ મધ્યમ સાઈઝના ટમેટા ( પ્યુરે બનાવી લો)
૨ – ૩   નંગ લીલા મરચા
૮ – ૧૦   કળી લસણ
૧ ઈંચ   આદુનો ટૂકડો    (મરચા,લસણ અને આદુની પેસ્ટ બનાવી તેમાંથી ૧ ટેબલસ્પૂન લો)
૨     ટેબલ સ્પૂન કોથમીર સમારેલી
૧     ટી સ્પૂન લાલ મરચુ
૧/૨  ટી સ્પૂન હળદર પાઉડર
૧     ટી સ્પૂન ધાણાજીરુ પાઉડર
૧     ટી સ્પૂન ગરમ મસાલો
૧     ટી સ્પૂન આમચૂર પાઉડર (ગરમ મસાલો અને આમચૂર પાઉડરને બદલે ૧ ટી સ્પૂન છોલે મસાલો પણ નાખી શકાય)
૨    ટેબલ સ્પૂન તેલ
૧    ટેબલ સ્પૂન ઘી
ચપટી હીંગ
મીઠું સ્વાદ પ્રમાણે

 રીત :-

ચણાને ૭ – ૮ કલાક પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ તેને પ્રેશરકૂકરમાં ૧ ગ્લાસ પાણી સાથે ચપટી મીઠું નાખી બાફી લો. ત્યારબાદ એક પૅનમાં તેલ તથા ઘી નાખી ગરમ કરો. તેમાં ચપટી હિંગ ઉમેરો અને ડુંગળીની પેસ્ટ નાખી ૨ થી ૩ મિનિટ સાંતળો. ત્યારબાદ તેમાં આદુ, મરચા, લસણની પેસ્ટ નાખી ૨ મિનિટ સાંતળી ટમેટો પ્યુરે ઉમેરો. ફરી ૨ થી ૪ મિનિટ સાંતળો. તેલ છૂટું પડે એટલે ગરમ મસાલો, આમચૂર પાઉડર,લાલ મરચુ, હળદર, ધાણાજીરુ પાઉડર વારાફરતી ઉમેરો. થોડીવાર હલાવી બાફેલા ચણા (જો ગ્રેવી કરવી હોય તો સાથે ૨ થી ૩ ટેબલ સ્પૂન પાણી નાખો) ઉમેરો. હલાવી ૩ થી ૪ મિનિટ પછી ગેસ પરથી ઉતારી લો. ઉપરથી સમારેલી કોથમીર નાખી ઢાંકી દો.

(કહેવાય ભલે પંજાબી છોલે પણ આ છોલે રોટલી, પરાઠા, ભાત અને of course ભટૂરે સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.) ,

About