રસગુલ્લા

સામગ્રી  :-  ૨      કપ ગાયનું દૂધ ( સાવ ઓછા ફેટનું દૂધ) ૧     ચમચો લીંબુનો રસ ૨ ૧/૨     કપ પાણી ૩/૪      કપ ખાંડ […]

સામગ્રી  :- 

૨      કપ ગાયનું દૂધ ( સાવ ઓછા ફેટનું દૂધ)
૧     ચમચો લીંબુનો રસ
૨ ૧/૨     કપ પાણી
૩/૪      કપ ખાંડ

રીત  :-

દૂધને ૫ થી ૬ મિનિટ સુધી ઉકળવા દો. હલાવતા રહો. હવે તેમાં ૧ ચમચો લીંબુના રસમાં ૧ ચમચો પાણી ઉમેરી લો. ઉકળતા દૂધમાં ધીમે ધીમે નાખતા જઈ દૂધને હલાવતા રહો. થોડીક વારમાં પાણી અને પનીર છૂટું પડી જશે. ગેસ પરથી ઉતારીને ૨ થી ૩ મિનિટ પછી પાતળા કપડામાં નાખીને તેની ઉપર થોડીવાર સુધી ઠંડુ પાણી નાખો જેનાથી પનીરમાંથી વરાળ અને લીંબુની ખટાશ દૂર થઈ જશે. હવે કપડાની પોટલી બનાવીને તેમાંથી બધું જ પાણી નિચોવી નાખો.

ત્યાર બાદ પનીરને એકદમ લીસુ બની જાય ત્યાં સુધી ખૂબ મસળી લો.  (તેમાંથી કણીઓ છૂટી પડતી બંધ થઈ જાય ત્યાં સુધી.) હવે તેમાંથી તેના નાના નાના ગોળા બનાવીને એક તરફ રાખી લો. (ગોળા બનાવતી વખતે ધ્યાનમાં રાખજો કે જ્યારે તેને ચાસણીમાં નાખીશું ત્યારે તે સાઈઝમાં ડબલ થઈ જશે.)

હવે ગેસ પર પહોળા બેઝવાળા કૂકરમાં પાણી અને ખાંડ ભેગા કરીને ઉકળવા મૂકો. એક ઉભરો આવે ત્યાં સુધી ઉકળવા દો અને ત્યાર પછી એક એક કરીને બધા ગોળા તેમાં નાખી દો. ગેસનું ઢાંકણું બંધ કરી તેના પરથી સિટી કાઢી નાખો. હવે મધ્યમ તાપ પર તેને ઓછામાં ઓછી ૧૫ મિનિટ સુધી રહેવા દો.

ત્યારબાદ ઢાંકણું ખોલીને તેને પહોળા બાઉલમાં કાઢી લો. વરાળ નીકળી જાય પછી તેને ઠંડા કરવા ફ્રીઝમાં મૂકો. ઠંડા થઈ જાય પછી પીરસો.

સ્વાદ માટે ચાસણીમાં ગુલાબજળ ઉમેરી શકાય. પણ જેને પનીરનો અસલ સ્વાદ ભાવતો હોય તેણે તો આમ ને આમ જ માણવા

About