ચોખા અને મકાઈના પુડલા

સામગ્રી :-  ૧  કપ ચોખાનો કરકરો લોટ ૧  કપ મકાઈનો લોટ ૨ મોટા ચમચા દહીં ૨ લીલા મરચા ઝીણા સમારેલા ૨  ચમચા ઝીણી સમારેલી કોથમીર  ૧  ચપટી હળદર  ૨  ચમચા છીણેલી કોબીજ […]

સામગ્રી :- 

૧  કપ ચોખાનો કરકરો લોટ
૧  કપ મકાઈનો લોટ
૨ મોટા ચમચા દહીં
૨ લીલા મરચા ઝીણા સમારેલા
૨  ચમચા ઝીણી સમારેલી કોથમીર 
૧  ચપટી હળદર 
૨  ચમચા છીણેલી કોબીજ
૧ ચમચો છીણેલી ડુંગળી
મીઠું સ્વાદ પ્રમાણે

રીત :- 

ચોખાનો લોટ અને મકાઈનો લોટ ભેળવીને એમાં દહીં, હળદર, મીઠું, અને પાણી ઉમેરીને ઘટ્ટ ખીરુ બનાવી લો. બે થી ત્રણ કલાક સુધી પલળવા મૂકો. આ ચીલા બનાવતા પહેલા તેમાં ઝીણા સમારેલા લીલા મરચા, છીણેલી કોબીજ, છીણેલી ડુંગળી અને સમારેલી કોથમીર, નાખીને સારી રીતે મિક્સ કરી લો. (કોબીજ અને ડુંગળી ઉમેર્યા પછી ખીરુ થોડું પાતળુ થશે જ) હવે જરુર પ્રમાણે પાણી ઉમેરતા જઈને પૅનમાં પાથરી શકાય તેવું ખીરુ બનાવો. (ઈડલી – ઉત્તપમ માટે રાખીએ એટલું ઘટ્ટ)

હવે એક નોનસ્ટિક પૅન ગરમ કરવા મૂકીને તેમાં આ ખીરુ પાથરીને પુડલા/ચીલા બનાવો. સહેજ પણ તેલ વગર આરામથી બની જશે.. આ પુડલા ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. ભરપૂર ફુદિનો નાખેલી લીલી ચટણી સાથે ખાવ અને ૧૦૦ % પૌષ્ટિક વસ્તુ ખાધાનો આનંદ માણો…

વધારે ટેસ્ટી બનાવવું હોય તો ખીરુ તૈયાર થાય પછી એક નાના વાસણમાં થોડું તેલ ગરમ કરી તેમાં તલ, રાઈનો વઘાર તૈયાર કરી ખીરામાં ભેળવી લો અને ત્યાર પછી પુડલા ઉતારો. પણ પછી સાવ ઓઈલ ફ્રી ખાવા નહીં મળે… 🙂

આ પુડલામાં મકાઈની મીઠાશ અને ચોખાની ક્રિસ્પીનેસ બન્ને ખુબ સરસ લાગે છે. અને હા, નાના નાના જ બનાવો બહુ મોટા નહીં બને તૂટતા જશે.

About swatigadhia