સાતપડી પૂરી

સામગ્રી  :-  ૧   કપ ઘઉંનો લોટ ૧  કપ મેંદો ૧ ચમચી શેકેલું જીરુ અને અજમો ૧ ચમચો તેલ મોણ માટે ૧  ચમચી અધકચરા ખાંડેલા મરી મીઠું  સ્વાદ પ્રમાણે તળવા માટે […]

સામગ્રી  :- 

૧   કપ ઘઉંનો લોટ

૧  કપ મેંદો

૧ ચમચી શેકેલું જીરુ અને અજમો

૧ ચમચો તેલ મોણ માટે

૧  ચમચી અધકચરા ખાંડેલા મરી

મીઠું  સ્વાદ પ્રમાણે

તળવા માટે તેલ

૧  ચમચો oસાટો  (ચોખાનો લોટ અને ઘી ભેળવીને બનાવેલું મિશ્રણ )

રીત  :- 

સૌ પ્રથમ લોટ અને મેંદાને સાથે ચાળી લો. તેમાં મીઠું, મરી, શેકેલું જીરુ અને અજમો નાખી સારી રીતે મિક્સ કરી લો. હવે મોણ માટે તેલ ઉમેરી અને પાણી વડે લોટ બાંધી લો. રોટલીના લોટથી સહેજ કડક લોટ બાંધો.

બાંધેલા લોટમાંથી મોટા મોટા રોટલા વણી લો. હવે ચોખાનો લોટ અને ઘી ભેળવીને બનાવેલો સાટો આખા રોટલા પર લગાવી રોટલાનો રોલ વાળી દો.  આ રોલને નાના ટુકડામાં કાપીને દબાવીને નાની નાની પૂરી વણી લો. અને ગરમ તેલમાં તળી લો પેપર નેપ્કિન પર કાઢીને થોડીવાર રહેવા દો અને પછી એરટાઈટ કન્ટેનરમાં ભરી લો.

About