JavaScript must be enabled in order for you to see "WP Copy Data Protect" effect. However, it seems JavaScript is either disabled or not supported by your browser. To see full result of "WP Copy Data Protector", enable JavaScript by changing your browser options, then try again.
Thu. Mar 28th, 2024

સામગ્રી

૧  કપ  ચણાની દાળ
ચપટી સોડા બાયકાર્બ (ખાવાનો સોડા)
૨ ટેબલ સ્પૂન તેલ
૨ ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ
૨ નંગ લીંબુ
૩ થી ૪ નંગ ઝીણા સમારેલા લીલા મરચા
૨ ટેબલ સ્પૂન ખાંડ
૨૦૦ ગ્રામ ઝીણી સેવ
૧/૨ કપ દાડમના દાણા
૧/૨   કપ લીલા નાળિયેરનું છીણ. (સ્વાદ ભાવતો હોય તો)
હીંગ, લીમડો, મીઠું સ્વાદ પ્રમાણે
રીત

ચણાની દાળને ૪ થી ૫ કલાક પલાળી રાખો. સારી રીતે પલળી જાય પછી તેને મિક્સરમાં વાટી લો. થોડું પાણી ઉમેરી તેને પાતળું કરો. હવે તેમાં આદુ-મરચાની પેસ્ટ, સોડા અને મીઠું ઉમેરી ઢોકળાની જેમ વરાળથી બાફી લો. ઢોકળા જેવું બફાઈ ત્યારબાદ મોટા કાણા વાળી ખમણીથી તેને છીણી લો. એક વાસણમાં વઘાર માટે તેલ મૂકી તેમાં લીલા મરચાંના ટૂકડા, હીંગ, મીઠો લીમડો નાખીને તેમાં પાણી વઘારો. પછી તેમાં લીંબુનો રસ, ખાંડ અને મીઠું ઉમેરી સહેજ ઉકળવા દો. ત્યારબાદ બાફીને છીણેલું મિશ્રણ તેમાં ઉમેરી હલાવો. બધો મસાલો બરાબર મિક્સ થઈ જાય એટલે તેને ગેસ પરથી ઉતારી લો.

હવે એક સર્વિંગ બાઉલમાં કાઢી તેની ઉપર ઝીણીસેવ, કોથમીર, કોપરાનું છીણ, દાડમના દાણા વગેરેથી સજાવીને ગરમ ગરમ પીરસો.

By

5 thoughts on “સેવ ખમણી”
  1. સરસ માહિતી. નવસારીમાં એક દુકાનની સેવખમણી બહુ પ્રખ્યાત છે. એ કદાચ આ રીતથી બનતી હશે એવું લાગે છે. આ રીતથી સેવખમણી થોડી ઢીલી રહેતી હશે. સ્વાદિષ્ટ તો ખરીજ . જ્યારે અહીં વડોદરાના ખમણવાળા ખમણનો ભૂક્કો કર્યા પછી માત્ર તેલમાં અન્ય મસાલા સાથે વઘાર કરે છે. પાણીનો ઉપયોગ કરતા નથી. એટલે થોડી કોરી રહે છે. તમારી રીત અજમાવી જોઈશું. જિઁદગીમાં પહેલી વખત રસોઈ બાબત લખ્યું છે તો લોચો {એ પણ વાનગી છેને!} વાગ્યો હોય તો ચલાવી લેશો.

  2. Swatiben….I just visited your Blog & posted a Comment for Sev Khamni…& I do not see that….
    I had clicked for Gujarati but you can not type in Gujarati so this Comment is also in English……
    Please visit/comment on my Blog CHANDRAPUKAR…..I hope to see you there !
    Dr. Chandravadan Mistry

    1. સ્વાતિબેન તથા વિનયભાઈ ના સૂચનને ધ્યાનમાં લઈને સ્વાતિબેનની વાનગીઓ બ્લોગ પરથી દૂર કરેલ છે અને વધુ સૂચનો આવકર્ય છે.આભાર.

  3. i like your recipe too much but i need recipe of chatni which we are serving with sev khamani.

Leave a Reply to વિનય ખત્રી Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.