સ્ટફ્ડ કારેલા

મિત્રો, ચોમાસાની આ ઋતુમાં ઉની ઉની રોટલી ને કારેલાનું શાક   એ જોડકણું યાદ આવ્યા વિના રહે નહીં ખરું ને તો ચાલો આજે બનાવીએ આ ભરેલા કારેલા…

સામગ્રી :-

૨૫૦ કારેલા
૧    ડુંગળી
૧    ચમચી આદુ મરચા લસણની પેસ્ટ
૧    ચમચો ચણાનો લોટ
૧    ચમચો  શેકેલા સિંગદાણાનો ભૂકો
૧    ચમચી હળદર
૧    ચમચી ધાણાજીરુ
૧    ચમચો ગોળ
૧/૪ ચમચી ચાટ મસાલો
૩    ચમચા તેલ
મીઠું સ્વાદ અનુસાર

રીત :-

સૌ પ્રથમ બધા કારેલામાં એક એક લાંબો ચીરો પાડીને મીઠાવાળા પાણીમાં બાફી લો. સારી રીતે બફાઈ જાય એટલે તેને પાણીમાંથી કાઢીને એકબાજુ પર રાખો.

એક કડાઈમાં ૨ ચમચા તેલ મૂકીને તેમાં આદુ – મરચા – લસણની પેસ્ટ અને પાતળી સમારેલી ડુંગળીને સાંતળી લો. તેમાં હળદર. ધાણાજીરુ, ચણાનો લોટ શેકીને ફોતરા ઉખેડેલા સિંગદાણાનો ભૂકો અને મીઠું વારાફરતી ઉમેરતા જાવ અને હલાવતા રહીને સારી રીતે મિક્સ કરી લો. બધું એકદમ ભેગું થવા માંડે ત્યાં સુધી તેને ગેસ પર હલાવતા રહો. ત્યારબાદ ગેસ પરથી ઉતારીને તેમાં ગોળ (ગોળને બદલે ખાંડ પણ વાપરી શકાય) ભેળવી લો. છેલ્લે તેમાં ચાટ મસાલો  ભેળવી લો.

હવે આ મિશ્રણને કાપા પાડીને બાફેલા કારેલામાં ભરી લો અને ફરી એક કડાઈમાં તેલ મૂકીને રાઈ જીરુ અને હિંગનો વઘાર કરી તેમાં ભરીને તૈયાર કરેલા કારેલા નાખી દો. વધેલા મસાલાને ઉપર પાથરી લો. કારેલા ચડી જાય એટલે ગેસ પરથી ઉતારીને ઉપરથી લીલી કોથમીર છાંટીને પીરસો…

વધારે તીખું કરવા માટે લાલ મરચાનો પાવડર ઉમેરી શકાય. અને હા, ચાટ મસાલો ભેળવવાથી કારેલાની કડવાશ વધી જાય છે માટે એ સ્વાદ પ્રમાણે ઉમેરવો.

About