વેજિટેબલ ઉત્તપમ

રીતુની ફરમાઈશ પર આજે…

સામગ્રી  :

૩      કપ ચોખા
૧      કપ અડદ દાળ
૧      ટી સ્પૂન મેથી દાણા (Optional)
મીઠું સ્વાદ અનુસાર

કાકડી, ટમેટા, કેપ્સિકમ, ડુંગળી, લીલા મરચા, કોથમીર આ બધુ જ ઝીણું સમારીને મિક્સ કરી લો.

રીત  :

ચોખા, દાળ તથા મેથી દાણાને અલગ અલગ પાણીમાં ૭ થી ૮ કલાક પલાળી રાખો. ત્યારબાદ દાળ – ચોખાને અલગ અલગ એક્દમ ઝીણું ક્રશ કરો. મેથી દાણાને પણ ક્રશ કરી એમાં ભેળવી દો. બધું મિક્સ કરી મીઠું નાખી ખીરાને ૭ થી ૮ કલાક આથો લાવવા રાખી મૂકો.

આથો આવી જાય પછી બનાવતી વખતે ખીરામા પાણી ઉમેરી થોડું પાતળું કરો. અને એકાદ ચમચો તેલ ઉમેરો જેનાથી ઉત્તપમ પોચા બનશે.

ત્યારબાદ નૉનસ્ટિક તવી પર ચમચા વડે ખીરુ પાથરી તેને ફેલાવી દો . ઉપરથી ઝીણા સમારેલા કાકડી, ટમેટા, કેપ્સિકમ, ડુંગળી, લીલા મરચા, કોથમીર આ બધુ જ ભભરાવી સહેજ દબાવી દો. અને ફરતે અને ઉપર જરા જરા તેલ છાંટીને ધીમા તાપે ચડવા દો. બંને બાજુ સારી રીતે ચડી જાય એટલે ઉતારીને સાંભાર સાથે પીરસો…

 સ્વાદ માટે ઉપરથી મરીનો પાવડર છાંટી શકાય…

બધા જ વેજિટેબલ્સ ન નાખવા હોય તો માત્ર ડુંગળી નાખીને  Onion Uttapam પણ બનાવી શકાય.

ઉત્તપમ બનાવતી વખતે નૉનસ્ટિક તવીને પહેલા ગરમ થવા દઈને પછી એક કોટનના કપડાને ભીનું કરી તવીને લુછવી. દરેક વખતે આટલું કરવાથી ખીરુ સારી રીતે પથરાશે અને ઉત્તપમ સહેલાઈથી ઉખડી જશે.

About