વૉલનટ બ્રાઉની વીથ આઈસક્રીમ

સામગ્રી  :-  ૧    કપ મેંદો ૧/૨  કપ કોકો પાવડર ૩/૪  કપ દળેલી ખાંડ ૧/૨  ટી સ્પૂન સોડા બાય કાર્બ ૧/૨  ટી સ્પૂન બેકિંગ પાવડર ૫     ટેબલ સ્પૂન દૂધ ૫ […]

સામગ્રી  :- 

૧    કપ મેંદો
૧/૨  કપ કોકો પાવડર
૩/૪  કપ દળેલી ખાંડ
૧/૨  ટી સ્પૂન સોડા બાય કાર્બ
૧/૨  ટી સ્પૂન બેકિંગ પાવડર
૫     ટેબલ સ્પૂન દૂધ
૫     ટેબલ સ્પૂન ઓગાળેલું માખણ
૬    દહીં
૧/૨ કપ અખરોટના ટુકડા
૧/૨  ટી સ્પૂન વેનિલા એસેન્સ

રીત  :- 

ઑવનને ૧૮૦ ડીગ્રી પર પ્રી-હીટ કરવા મૂકો. તે થાય ત્યાં સુધીમાં કેકનું બેટર તૈયાર કરી લો.

એક પહોળા વાસણમાં મેંદો, સોડા બાય કાર્બ અને બેકિંગ પાવડર ચાળીને મિક્સ કરી લો. હવે તેમાં એક પછી એક દળેલી ખાંડ, કોકો પાવડર ભેળવી લો. ત્યારબાદ તેમાં દહીં, ઓગાળેલું માખણ અને  દૂધ ઉમેરતા જઈને સતત હલાવતા રહો.  લગભગ સાત થી આઠ મિનિટ સળંગ એક જ દિશામાં ફેરવતા રહો. આ મિશ્રણ એકદમ ઘટ્ટ રાખવું.

બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી તેમાં વેનિલા એસેન્સ અને અખરોટના ટુકડા ઉમેરીને ભેળવી લો. હવે એક બેકિંગ ડિશમાં સહેજ ઘી લગાડીને તેમાં મેંદો છાંટીને ચારે તરફ ફેલાવી લો. અને વધેલો લોટ ખંખેરી નાખો. પછી તૈયાર કરેલા મિશ્રણને આ ડિશમાં નાખીને સહેજ  ઠપકારીને સરખું લેયર બનાવો.  ગરમ થયેલા ઑવનમાં આ ડિશને કન્વેક્શન મોડમાં ૩૦ મિનિટ સુધી મૂકો.  ૩૦ મિનિટ પૂરી થયા બાદ તૈયાર થયેલી બ્રાઉનીમાં ઊંડે સુધી પાતળું ચપ્પુ નાખીને તે બરાબર ચડી ગઈ છે કે નહીં તે ચેક કરો.  જો બરાબર ચડી ગઈ હશે તો ચપ્પુ બહાર કાઢતા તે એકદમ ચોખ્ખું રહેશે.

બ્રાઉનીને બહાએ કાઢીને તેને ચોરસ ટુકડામાં કાપી લો. જ્યારે પીરસો ત્યારે બ્રાઉનીને ઑવનમાં 30 સેકન્ડ ગરમ કરીને તેના ઉપર આઈસક્રીમ મૂકીને આપો. વધારે ટૅસ્ટ માટે ઉપરથી ડ્રાયફ્રુટના ટુકડા અને ચોકલેટ સૉસ નાખી શકાય.

About