બૅક્ડ સ્પેગેટિ વીથ પાઈનેપલ

આજની બૅક્ડ ડીશ ફાલ્ગુની મહેતાની ફરમાઈશ પર

સામગ્રી :-

૨ કપ બાફેલી મૅક્રોની
૧  ૧/૨   કપ ચાસણીમાં ડૂબાડેલાં પાઈનેપલના નાના ટૂકડા (ટિન્ડ પાઈનેપલ પણ ચાલે)
૧  ૧/૨  કપ બ્રેડક્રમ્સ
૧  ૧/૨ કપ ખમણેલું ચીઝ  (રૂચિ પ્રમાણે ચીઝની માત્રામાં વધઘટ થઈ શકે)

વ્હાઈટ સૉસ માટે

૨ કપ દૂધ
૨ ચમચા મેંદો
૧ ટી સ્પૂન મરી પાવડર
૧ ટેબલસ્પૂન માખણ
૧ ટેબલસ્પૂન ખાંડ
મીઠું સ્વાદ પ્રમાણે

રીત :-

સૌ પ્રથમ વ્હાઈટ સૉસ બનાવવા માટે એક પૅનમાં માખણ ગરમ કરી તેમાં મેંદો ઉમેરો તેને બે ત્રણ મિનિટ શેકીને તેમાં દૂધ ઉમેરો, આ મિશ્રણ થોડું ઉકળે એટલે તેમાં મરી, ખાંડ, મીઠું ઉમેરી ગેસ બંધ કરી દો. એક બેકિંગ ડીશને ગ્રીઝ કરી તેમાં વારાફરતી વ્હાઈટ સૉસ અને સ્પેગેટિને લેયરમાં પાથરી લો, તેની ઉપર પાઈનેપલના ટૂકડા પાથરી દો. હવે તેને ૩ થી ૪ મિનિટ માટે માઈક્રોવેવમાં હાઈ ટેમ્પરેચર પર રાખો.

એક વાર ડીશને બહાર કાઢી તેની ઉપર છીણેલું ચીઝ અને બ્રેડક્રમ્સ ભભરાવી, ૧૦ થી ૧૨ મિનિટ માટે ફરી માઈક્રોવેવમાં તેને બૅક કરી લો.

બૅકિંગ માટેનો સમય દરેક ઑવનમાં અલગ અલગ હોઈ શકે છે માટે ચીઝ અને બ્રેડક્રમ્સ નાખીને છેલ્લા સ્ટેપમાં માઈક્રોવેવમાં મૂકતી વખતે ચીઝ બળી ના જાય તે જોતા રહેવું.

(અહીં મૂકેલો ફોટોગ્રાફ બૅકિંગ માટે મૂકતા પહેલા લીધેલો છે. બૅક થયા પછી ચીઝ સ્પ્રેડ થઈને એક સરસ લેયર બની જશે.)

About