બફવડા

સામગ્રી :- ૧૦૦  ગ્રામ સાબુદાણા ૫૦૦ ગ્રામ બટાકા ૧/૨  લીલુ નાળિયેર ખમણેલું ૧/૨  વાટકી શેકેલા સીંગદાણાનો ભૂકો અધકચરો ૧/૪ વાટકી શેકેલા તલ અધકચરા વાટેલા ૪-૫  નંગ લીલા મરચા સમારેલા ૧  […]

સામગ્રી :-

૧૦૦  ગ્રામ સાબુદાણા
૫૦૦ ગ્રામ બટાકા
૧/૨  લીલુ નાળિયેર ખમણેલું
૧/૨  વાટકી શેકેલા સીંગદાણાનો ભૂકો અધકચરો
૧/૪ વાટકી શેકેલા તલ અધકચરા વાટેલા
૪-૫  નંગ લીલા મરચા સમારેલા
૧      ચમચી આમચુર પાવડર
૪     ચમચા  શિંગોડાનો લોટ
ખાંડ અને મીઠું સ્વાદ અનુસાર
તળવા માટે તેલ

રીત:-

સાબુદાણાને ૨ થી ૩ કલાક પાણીમાં પલાળી રાખો. દાણા દાણા છૂટા થઈ જાય અને ટ્રાંસપરન્ટ જેવા દેખાવા લાગે ત્યારે સમજવું કે સાબુદાણા સારી રીતે પલળી ગયા છે.હવે તેમાં બાફેલા બટાકાનો માવો, ખમણેલું નાળિયેર, સીંગદાણાનો ભૂકો, તલનો ભૂકો, આદુની પેસ્ટ, લીલા મરચા સમારેલા, આમચુર પાવડર, મીઠું, ખાંડ અને ૧ ચમચો શિંગોડાનો લોટ ભેળવો અને સારી રીતે મિક્સ કરી લો.

આ મિશ્રણના નાના ગોળા વાળીને બાકી વધેલા શિંગોડાના લોટમાં રગદોળીને ગરમ તેલમાં તળી લો.

આ ફરાળી બફવડાને ખાટી, ગળી ચટણી સાથે ખાવાની મજા જ ઓર છે….

અહીં લીંબુના રસને બદલે આમચુર પાવડર વાપરવાથી બફવડાનું મિશ્રણ ગોળા વાળતી વખતે ઢીલુ નહીં પડે. જેથી તળતી વખતે વધુ તેલ નહીં પીવે અને વડા તેલમાં છૂટા પડી જવાની બીક પણ નહીં રહે.

About