ચીઝ કોફ્તા કરી

સામગ્રી :- કોફ્તા માટે :- ૧૦૦ ગ્રામ પનીર છીણેલું ૧૦૦ ગ્રામ ચીઝ છીણેલું ૨ થી ૩ લીલા મરચા ઝીણા સમારેલા ૧ ટેબલ સ્પૂન લીલા ધાણા ઝીણા સમારેલા ૨ મોટા બટાકા […]

સામગ્રી :-

કોફ્તા માટે :-
૧૦૦ ગ્રામ પનીર છીણેલું
૧૦૦ ગ્રામ ચીઝ છીણેલું
૨ થી ૩ લીલા મરચા ઝીણા સમારેલા
૧ ટેબલ સ્પૂન લીલા ધાણા ઝીણા સમારેલા

૨ મોટા બટાકા બાફીને મસળેલા
૩ થી ૪ સ્લાઈસ બ્રેડ
મીઠું સ્વાદ પ્રમાણે (પનીર પૂરતું)
૧ ટેબલ સ્પૂન કૉર્નફ્લોર
તેલ તળવા માટે

ગ્રેવી માટે :-
૪ ડુંગળી
૩ ટમેટા
૮ થી ૧૦ કાજુ
૨ ટી સ્પૂન મગજતરી
૫ કળી લસણ
૪ થી ૫ કાશ્મીરી સૂકા મરચા
૧ ઇંચ આદુ
૨ ટેબલ સ્પૂન માખણ
૧ ટી સ્પૂન લાલ મરચું
૧/ર ટી સ્પૂન હળદર
૧ ટી સ્પૂન ગરમ મસાલો
૧ ટી સ્પૂન ધાણા પાવડર
૧/ર ટી સ્પૂન જીરુ પાવડર
ર ટુકડા તજ
ર નંગ લવિંગ
ર નંગ એલચી
૨ ટેબલ સ્પૂન ક્રીમ
૧ ટી સ્પૂન ખાંડ
લીલા ધાણા સમારેલા
મીઠું સ્વાદ પ્રમાણે
૨ ટેબલ સ્પૂન તેલ તળવા માટે

રીત :-
છીણેલું પનીર, છીણેલું ચીઝ, સમારેલા મરચા અને ઝીણા સમારેલા ધાણા આટલું સારી રીતે મિક્સ કરી એમાંથી નાના ગોળા વાળી લો.

બાફેલા બટાકાને છૂંદી લો. તેમાં કીનારી કાપેલી બ્રેડ અને મીઠું ઉમેરીને એકદમ મિક્સ કરી લો. આ મિશ્રણમાંથી લુઆ પાડીને તેને દબાવીને નાની વાટકી જેવો આકાર આપો, હવે તેની અંદર પનીર અને ચીઝના બનાવેલા ગોળા સ્ટફ કરીને તેને સરસ રીતે બંધ કરી દો. આ તૈયાર થયેલા કોફ્તાને ગરમ તેલમાં સોનેરી થાય ત્યાં સુધી તળો.

સૌ પ્રથમ એક વાસણમાં એક ગ્લાસ પાણી લઈ તેમાં બે ડુંગળીના મોટા ટુકડા, ટમેટાના મોટા ટુકડા, સૂકા કાશ્મીરી મરચા, મગજતરી, લસણ અને આદુ બાફી લો. ઠંડુ પડે એટલે મિક્સરમાં પેસ્ટ બનાવી લો.

એક વાસણમાં માખણ નાખી મૂકી તેમાં જીરુ, તજ, લવિંગ અને એલચી નાખીને સહેજ સાંતળો તેની અંદર બાફીને બનાવેલી પેસ્ટ ઉમેરો, પાંચ મિનિટ ઢાંકીને ધીમા તાપે ચડવા દો. ત્યારબાદ બધો જ સૂકો મસાલો, ખાંડ તથા મીઠું ઉમેરીને સતત હલાવતા રહો. જરૂર પડે અડધો કપ પાણી નાખો. ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી લો. પીરસતી વખતે એક બાઉલમાં કોફ્તા મૂકી ઉપર ગ્રેવી રેડી તેની ઉપર ક્રીમ, કોથમીર અને છીણેલું ચીઝ નાખી પરાઠા કે ગરમ રોટી સાથે સર્વ કરો.

છેલ્લે ગેસ બંધ કરી મલાઈ ફીણીને ઉમેરો કોફ્તા ઉમેરો કોથમીરથી સજાવીને પીરસો.

About