દમ આલુ વીથ ગ્રેવી

સામગ્રી :-  ૫૦૦ ગ્રામ નાની બટેટીઓ 🙂 ૩ નંગ ટમેટા ૨ નંગ કાંદા ૧ ચમચી આદુની પેસ્ટ ૧ ચમચી લસણની પેસ્ટ (ઓપ્શનલ) ૧૦ ૧૨ કાજુ ૨ ચમચા મગજતરી ૭ ૮ બદામ […]

સામગ્રી :- 

૫૦૦ ગ્રામ નાની બટેટીઓ 🙂
૩ નંગ ટમેટા
૨ નંગ કાંદા
૧ ચમચી આદુની પેસ્ટ
૧ ચમચી લસણની પેસ્ટ (ઓપ્શનલ)
૧૦ ૧૨ કાજુ
૨ ચમચા મગજતરી
૭ ૮ બદામ આ ત્રણેયનો પાવડર ૨ ચમચા પાણીમાં પલાળી રાખવો
૨ ચમચા ઘી અથવા માખણ વઘાર માટે
તળવા માટે તેલ
૧  ચમચી મરચુ
૧  ચમચી ધાણાજીરુ
૧/૨  ચમચી હળદર
૧/૨  ચમચી ગરમ મસાલો
૧/૨ ચમચી આખુ જીરુ
ચપટી હિંગ
સ્વાદ પ્રમાણે મીઠું

રીત :- 

બટેટીઓને કાણા પાડીને મીઠાવાળા પાણીમાં બાફવા મૂકો. ૧ થી ર સીટી વાગે એટલા બાફી લો. ઠંડા પડે એટલે છાલ કાઢીને તેલ ગરમ તેલમાં તળી લો.

ટમેટાની પ્યુરે બનાવી લો. અને ડુંગળીને પાતળી સમારીને તળી નાખો અને એની પેસ્ટ બનાવી લો.

એક કડાઈમાં તેલ મૂકી જીરુ નાખો એ તતડે એટલે વારાફરથી હિંગ, લસણની પેસ્ટ અને આદુની પેસ્ટ નાખીને સાંતળો. સહેજ સંતળાઈ જાય ત્યારબાદ કાજુ, મગજતરી અને બદામના પાવડરની પેસ્ટ ઉમેરો. હવે હળદર, મરચુ, ગરમ મસાલો અને મીઠું ઉમેરી સાંતળો તેલ છુટૂં પડે એટલે ટમેટાની પ્યુરે ઉમેરો, સાંતળો તેલ છૂટું પડે એટલે ડુંગળીની પેસ્ટ નાખો, જરુર પ્રમાણે પાણી ઉમેરી ગ્રેવીને પાતળી કરી લો. તેલ છૂટું પડે એટલે બટેટીઓ ઉમેરીને ઢાંકી દો. 3 થી ૪ મિનિટ સુધી સિમર થવા દો. હવે ગેસ પરથી ઉતારીને તેમાં ઉપરથી કસૂરી મેથીને ક્રશ કરીને છાંટો અને ૨ ચમચી ફીણેલું ક્રીમ રેડો અને ઢાંકીને રાખો. પીરસતી વખતે સહેજ મિક્સ કરી લો…. 🙂

About swatigadhia