દૂધીના કોફતા વીથ કાજૂ કરી

સામગ્રી

દૂધી ૫૦૦ ગ્રામ
પનીર ૧૦૦ ગ્રામ
કાજૂના ટુકડા ૨ ચમચા
કાજૂની પૅસ્ટ ૧ ચમચો
કીસમીસ ૧ ચમચો
ડૂંગળીનું છીણ ૧ ચમચી
વાટેલું લસણ ૪ કળી
વાટેલું આદુ ૨ ચમચી
ટમેટા ૪૦૦ ગ્રામ (છીણેલા)
મીઠું, મરચા પાવડર, તેલ, ધાણાજીરુ, હળદર પ્રમાણસર
ચણાનો લોટ ૧૦૦ ગ્રામ
ક્રીમ ૧૦૦ ગ્રામ
લીલા મરચાં ૪ નંગ
ગરમ મસાલો ૧ ચમચી
મગજતરીના બીજ ૧૦ ગ્રામ

રીત –

ચણાના લોટમાં મીઠું, હળદર, મરચં અને પાણી નાખીને ખીરૂ બનાવો
પનીર મસળીને તેમાં મીઠું – લીલા મરચાના ટુકડા અને કીસમીસ નાખી પુરણ બનાવો
દૂધીની છાલ ઉતારીને છીણી લો, તેને નીચોવીને પાણી કાઢીને બાજુ પર રાખો (આ પાણી ગ્રેવી બનાવતી વખતે તેમાં ઉમેરી દેવું)
હવે આ છીણમાં મીઠું, ડૂંગળીનું છીણ,મરચાની પૅસ્ટ, નાખીને મીક્સ કરી લો
દૂધીના પુરણમાંથી નાના ગોળા બનાવી તેની વચ્ચે પનીરનું પુરણ મૂકીને તેને લંબગોળ આકારમાં વાળી લો.
હવે આ બધા કોફતાને ચણાના લોટના ખીરામાં બોળીને ગરમ તેલમાં તળી લો
મગજતરી, ડૂંગળી, લસણ અને આદુ મરચાની પૅસ્ટ બનાવો
એક વાસણમાં ઘી અથવા તેલ મૂકીને આ પૅસ્ટ સાંતળી લો, તેમાં કાજૂના નાના ટૂકડા કરીને નાંખો અને છેલ્લે ગરમ મસાલો નાંખી હલાવો
હવે આ ગ્રેવીમાં છીણેલા ટમેટા, કાજૂની પૅસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, ધાણાજીરૂ ઉમેરો.
ગ્રેવી બરાબર ઘટ્ટ થઈ જાય પછી તેને નીચે ઉતારી લો.
એક સર્વિંગ બાઉલમાં કોફતા મૂકી, તેના પર તૈયાર થયેલી ગ્રેવી પાથરો, ઉપરથી ફ્રેશ ક્રીમ, કાજૂના થોડા ટૂકડા અને કોથમીર નાખીને સર્વ કરો.

About