હેલ્ધી ઍન્ડ ટૅસ્ટી સૅલડ

 

 

સામગ્રી :-      

૩   કપ    દહીં (થોડું પાણી કાઢેલું)
૧    કપ   ફણગાવેલા અથવા બાફેલા મિક્સ કઠોળ
૧/૨ કપ પાતળા અને લાંબા સમારેલા કૅપ્સીકમ
૧/૨ કપ ખમણેલી કોબીજ
૧/૨ કપ ખમણેલું બીટ
૧     કપ  લીલી દ્રાક્ષ ટૂકડા કરેલી અથવા ૧/૪ કપ સૂકી દ્રાક્ષ
૧   નંગ   કેળું નાના ટુકડા કરેલું
૧   નંગ   સફરજન ઝીણું સમારેલું
૧   નંગ   લીલું મરચું ઝીણું સમારેલું
૧ ચપટી રાઈનો પાવડર
મીઠું, મરી સ્વાદ મુજબ

રીત :-

એક મોટા બાઉલમાં દહીં નાખીને બધીજ સામગ્રી એક પછી એક કરીને ઉમેરતા જાઓ.
અને બધું જ સારી રીતે મીક્ષ થઈ જાય ત્યારબાદ બાઉલને સિલ્વર ફૉઇલ અથવા પ્લાસ્ટિક રૅપથી ઢાંકીને ઠંડુ થવા રેફ્રિજરેટરમાં મૂકી દો.

આ સલાડ રોટલી, ખાખરા કે પાપડ સાથે ખાઈ શકાય છે.

આમ તો કોઈપણ સલાડ કાકડી વિના અધુરો કહેવાય છે, પણ ઘણા લોકો કાકડી સાથે દહીં લેવું પસંદ કરતાં નથી. છતાં પણ જેને ભાવતું અને ફાવતું હોય તેઓ ટેસ્ટ માટે આ સલાડમાં કાકડી પણ ઉમેરી શકે છે.

ખમણેલું બીટ ઉમેરવાને લીધે આ સલાડ દેખાવે પણ ખૂબ જ સરસ લાગે છે

બનાવવામાં સાવ સરળ અને જરાય સમય ન બગડે એવો આ સલાડ કૅલરી કોન્શિયસ ગૃહિણીઓએ ખરેખર અજમાવવા જેવો છે. વિટૅમિન્સ, પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર આ સલાડ એકવાર જરૂરથી બનાવજો અને મને જણાવશો પસંદ આવ્યો કે નહિ…

About