ઈન્સ્ટન્ટ રબડી

સામગ્રી :- ૨         કપ દૂધ ૧/૨     કપ ફ્રેશ બ્રેડ (કિનારી કાપીને વચ્ચેના સફેદ ભાગને મસળી લો) ૧/૪    કપ કન્ડેન્સ્ડ મીલ્ક ૨         ચમચા સાકર ૧/૪    ચમચી એલચી પાવડર ૧/૨     ચમચી કોર્નફ્લૉરને ૧ […]

સામગ્રી :-

૨         કપ દૂધ
૧/૨     કપ ફ્રેશ બ્રેડ (કિનારી કાપીને વચ્ચેના સફેદ ભાગને મસળી લો)
૧/૪    કપ કન્ડેન્સ્ડ મીલ્ક
૨         ચમચા સાકર
૧/૪    ચમચી એલચી પાવડર
૧/૨     ચમચી કોર્નફ્લૉરને ૧ ચમચા દૂધમાં હલાવીને બનાવેલી પૅસ્ટ
૧ – ૨   ટીપા વૅનિલા ઍસેન્સ

રીત  :-

ઊંડા માઈક્રોવેવ બાઊલમાં દૂધ, મસળેલી બ્રેડ, સાકર, કન્ડેન્સ્ડ મીલ્ક અને એલચી પાવડર મિક્સ કરીને તેને માઈક્રોવેવમા પાંચ મિનિટ હાઈ પર રાખો.
વચ્ચે બે બે મિનિટનાં અંતરે તેને થોડું હલાવો.
હવે આ મિશ્રણમાં કોર્નફ્લૉરની પૅસ્ટ નાખીને પાછું બે મિનિટ માટે  માઈક્રોવેવમાં હાઈ પર રાખો અને એક બે વાર હલાવો. વૅનિલા ઍસેન્સનાં ૧-૨ ટીપા નાખીને હલાવી નાખો. હવે તેને બહાર કાઢીને ઠંડી કરવા મુકો.
૫ થી ૬ દાણા પિસ્તાને પલાળીને તેને પાતળાં સમારીને ઠંડી રબડી પર નાંખીને પીરસો…

About