આ સાઈટ વિશે

દરેક ગૃહિણીનું રસોડું તેના માટે પ્રયોગશાળા ઉપરાંત એક પાઠશાળા પણ હોય છે. ઘરનાં બધાં જ સભ્યો રસોઇમાં સતત નવીનતાની ફરમાઈશ કરતાં હોય છે, અને ગૃહિણી એ સૌને કાંઇક નવું બનાવીને […]

દરેક ગૃહિણીનું રસોડું તેના માટે પ્રયોગશાળા ઉપરાંત એક પાઠશાળા પણ હોય છે.

ઘરનાં બધાં જ સભ્યો રસોઇમાં સતત નવીનતાની ફરમાઈશ કરતાં હોય છે, અને ગૃહિણી એ સૌને કાંઇક નવું બનાવીને ખવડાવવા ઇચ્છે છે… અપણે સૌ જાણીએ છીએ કે આજની રસોઈ માત્ર દાળ, ભાત, શાક પૂરતી સીમિત નથી રહી. અને તેથી જ, ખાદ્યચીજોની પૌષ્ટીકતા જળવાઈ રહે અને રૂઢિગત રાંધણકળા ભૂલાય નહીં છતાં કાંઇક નવીનતા પણ મળી રહે એવા આશય સાથે…

સ્વાદ ઇન્ડિયા.કોમ દ્વારા આપ સૌની સામે જુદી જુદી વાનગીઓનો રસથાળ પીરસવાનો પ્રયત્ન કરું છું. આ ઉપરાંત આ સાઈટ વિષે મારા માટે સૌથી મહત્વની વાત એ છે કે મારા મમ્મી શ્રીમતી ભાનુમતી જે. ગઢિયા રસોઈનાં ખૂબ શોખીન હતાં. નવી નવી વાનગીઓ બનાવવી, ખાવી અને ખવડાવવી એમને બહુ ગમતું. મમ્મી પાસે વાનગીઓનું મોટું સંકલન હતું. સ્વાદ ઇન્ડિયા.કોમ હું એમની સ્મૃતિમાં જ લૉંચ કરી રહી છું. અને અહિં મોટા ભાગની વાનગીઓ એમના કલેક્શનમાંથી જ લઈને મુકવાની છું.

આપ સૌને ગમશે અને તમારા સૂચનો મળતાં રહેશે એવી આશા સાથે…

Tags: , , , , , , , , , ,

About the Author