ફણગાવેલા ઘઉં અને કોબીજનો પુલાવ

સામગ્રી :-

૧/૨ વાટકી ફણગાવેલા ઘઉં
૩/૪ વાટકી ચોખા
૨૫૦ ગ્રામ કોબીજ
૧ નંગ ડુંગળી
૧ નંગ ટમેટું
૧ નંગ લીલું મરચું
૩ – ૪ નંગ લવિંગ, તજ, એલચી
૧ નાનો ટુકડો આદુ
લીલા ધાણા
મીઠું અને ગરમ મસાલો સ્વાદ મુજબ

રીત :-

ઘઉંને ૮ કલાક પલાળ્યા પછી જાળી જેવા પાતળાં કપડામાં ૨૪ કલાક બાંધીને રાખી મૂકો, તેમાં અંકુર ફૂટી આવશે.
ચોખા ને ધોઈને થોડું પાણી લઈ પલાળો. કોબી, ટમેટું અને ડુંગળીને બારીક કાપી લો.
કોથમીરને ઝીણી સમારીને બાજુ પર રાખી દો.
એક કડાઈમાં થોડું ઘી અથવા તેલ લઈ તજ, લવિંગ અને એલચીનો વઘાર કરો. મરચાંને ઝીણું સમારીને નાખો.
ચોખામાંથી પાણી કાઢી લઈ તેને વઘારમાં નાખી શેકી લો. શેકાય જાય એટલે તેમાં ઘઉં તથા કોબીજ નાખી ફરી ૨ થી ૩ મિનિટ સુધી શેકો.
હવે તેમાં ૩ વાટકી પાણી ઉમેરો, ત્યારબાદ મીઠું, હળદર તથા ગરમ મસાલો નાખી હલાવી ઢાંકી દો. ઊકળી જાય એટલે ધીમા ગેસ પર રાખી ચડી જાય ત્યાં સુધી રાખો.

આ પુલાવને રાયતા કે ચટણી સાથે પણ પીરસી શકાય છે. પીરસતી વખતે લીલા ધાણા અને દાડમના દાણા નાખીને સજાવી શકાય.

About