મકાઈની ખાંડવી

સામગ્રીઃ

દહીવડી માટેઃ
ચણાનો લોટ ૧ કપ,
છાશ પાતળી ૨-૧/૨ થી ૨-૩/૪,
મીઠું પ્રમાણ સર-હળદર
૧/૨ ટીસ્પુન,હિંગ ૧ ચપટી.
વઘાર માટેઃ
તેલ ૧ ટેબલસ્પુન,
રાઈ ૧/૨ ટીસ્પુન,
હીંગ ૧ ચપટી,તલ
૧ ટીસ્પુન,સૂકાં
આખામરચા ૩.
સ્ટફીંગ માટેઃ
કોર્નસ્ટફડ કેપ્સીકમ ઈન ટોમેટો ગ્રેવી,સ્ટફીંગ મુજબ તૈયાર કરવું.
ટોમેટો કેચપ ૧/૪ કપ,
કોથમીર,
કોપરું.

રીતઃ
એક તપેલીમાં દહીવડી માટેની બધી ચીજો ભેગી કરી ગેસ પર મૂકવું.તાપ મધ્યમ રાખવો. સતત હલાવવું. બરોબર ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી લેવું. બે થાળીની પાછળની બાજુ જરા તેલ લગાડવું. વેસનનું મિશ્રણ બન્ને થાળી ઉપર અડધુ-અડધું પાથરવું. અડધા કલાક પછી પાથરેલી દહીવડી ઉપર જરા કેચપ લગાડવો.તેના ઉપર મકાઈનું પૂરણ પાથરવું.થોડી કોથમીર તથા થોડુ કોપરું ભભરાવવા.કિનારીનો થોડો ભાગ ખાલી રાખવો.થાળી ઉપર એચ આકારે કાપા પાડવા. પૂરણ-પાથરેલા ભાગ થી શરુ કરી વીટા વાળવા.ચાર વીટા તૈયાર થશે.૧” ના ટૂકડા કાપી ડીશ માં ગોઠવવા. તેલ ગરમ મૂકી, આખાં મરચાં, રાઈ, તલ તથા હિંગ નો વઘાર કરી દહીંવડી પર રેડવું. કોથમીર, કોપરુ ભભરાવવો.(ક્રમશઃ)

About swatigadhia