મજેદાર પાતરા

સામગ્રી :-
૨૦૦ ગ્રામ મેંદો
૪ – ૫ બટાકા
૧૦૦ ગ્રામ વટાણા
૧૦૦ ગ્રામ કોબીજ
૧૫૦ ગ્રામ ગાજર
૩ નંગ ડુંગળી
૫૦ ગ્રામ કોથમીર
૧/૨ વાટકી બ્રેડ ક્રમ્સ
૧ ચમચો કાજુ, દ્રાક્ષ
૫૦ ગ્રામ માખણ
૨ ચમચી ખાંડ
૧ લીંબુ
તેલ
૧ ચમચી આદુ મરચાની પૅસ્ટ
પૅસ્ટ માટે
૪ ૫ કળી લસણ
૧/૪ ચમચી તજ લવીંગ
૧ ચમચો સમારેલી કોથમીર
મીઠું સ્વાદ પ્રમાણે
૧ ચમચો કોપરાનું છીણ

રીત :-

મેંદો ચાળી લો. બટાકા અને વટાણા બાફીને માવો કરો મેંદામાં બન્ને મિક્સ કરીને તેમાં મીઠું, આદુ-મરચા કોથમીર ઉમેરીને લોટ બાંધી લો. હવે તેમાંથી મોટા લુવા કરો.

ગાજરને સાફ કરીને છીણી નાખો, કોબી અને ડુંગળી પણ છીણી લો. આદુ મરચાની પૅસ્ટ બનાવી લો.
એક વાસણમાં ૧ ચમચો તેલ લઈ ગરમ થાય એટલે તેમા ડુંગળીનું છીણ સાંતળો. પછી આદુ-મરચાની પૅસ્ટ નાખીને સાંતળો. ત્યારબાદ તેમાં ગાજર અને કોબીજનું છીણ ઉમેરીને હલાવો. હવે તેમાં મીઠું, ખાંડ, લીંબુનો રસ, કાજુ, દ્રાક્ષ અને કોથમીર નાખીને બરાબર મિક્સ કરી પુરણ તૈયાર કરો.

હવે એક પછી એક લુવો લઈને પાટલી પર મોટો રોટલો વણો, તેમાં પુરણ લગાડીને રોટલાનો ધીમે ધીમે રોલ વાળો. રોલને બન્ને બાજુથી બરાબર બંધ કરીને બ્રેડક્રમ્સમાં રગદોળી લો. એક બૅકીંગ ટ્રૅમાં માખણ લગાડીને તૈયાર કરેલો રોલ તેમાં ગોઠવો. તેના ઉપર છીણેલું ચીઝ અને માખણ નાખીને ૩૦ મિનીટ માટે બૅક કરવા મુકો.

રોલ ઠરે પછી તેને સ્લાઈસમાં કાપી લો અને કૅચપ અથવા ચટણી સાથે પીરસો

About swatigadhia