ભરેલા મસાલા ભીંડા

રોશનીની ફરમાઈશ પર…..  આજે ભરેલા ભીંડાનું શાક ઓવનમાં… સામગ્રી :- ૨૫૦ ગ્રામ નાના કૂણા ભીંડા ૧  ટેબલ સ્પૂન શેકેલા સીંગદાણાનો ભૂકો ૧  ટી સ્પૂન લાલ મરચું ૧/૨ ટી સ્પૂન હળદર […]

રોશનીની ફરમાઈશ પર…..  આજે ભરેલા ભીંડાનું શાક ઓવનમાં…

સામગ્રી :-

૨૫૦ ગ્રામ નાના કૂણા ભીંડા
૧  ટેબલ સ્પૂન શેકેલા સીંગદાણાનો ભૂકો
૧  ટી સ્પૂન લાલ મરચું
૧/૨ ટી સ્પૂન હળદર
૧/૨ ટી સ્પૂન ધાણાજીરુ
૧/૨ ટી સ્પૂન ગરમ મસાલો
૧/૨ ટી સ્પૂન ચાટ મસાલો
૫ – ૬  કળી લસણ ખાતા હો તો
૨   ટેબલ સ્પૂન તેલ
૨   ટેબલ સ્પૂન કોથમીર
મીઠું સ્વાદ પ્રમાણે

રીત :-   

સૌ પ્રથમ ભીંડાની સીંગો ધોઈને કોરી કરીને વચ્ચે એક એક ચીરો કરીને એક બાજુ રાખી લો. હવે એક બાઉલમાં ઉપર લખેલો બધો જ  મસાલો અને ૧/૨ ટેબલ સ્પૂન તેલ નાખીને મિક્સ કરી લો. હવે આ તૈયાર થયેલ મસાલાને ભીંડાની સીંગોમાં દબાવીને ભરી લો. અને એક પહોળા વાસણમાં ૧ ૧/૨ ટેબલ સ્પૂન તેલ મૂકીને હિંગનો વઘાર કરી બધા જ ભીંડા એમાં નાખી દો. અને તેમાં ભરતા વધેલો મસાલો પણ ઉપર પાથરી દો. હવે તેને ઢાંકીને ચડવા દો. વચ્ચે વચ્ચે ભીંડાને હલાવતા રહો જેથી મસાલો કે ભીંડા વાસણના તળિયે ચોંટી ના જાય. સારી રીતે ચડી જાય એટલે ગેસ પરથી ઉતારીને પીરસો.

માઈક્રો ઓવનમાં બનાવવા માટે :-  

સૌ પ્રથમ ભીંડાની સીંગો ધોઈને કોરી કરીને વચ્ચે એક એક ચીરો કરીને એક બાજુ રાખી લો. હવે એક બાઉલમાં ઉપર લખેલો બધો જ મસાલો અને ૧/૨ ટેબલ સ્પૂન તેલ નાખીને મિક્સ કરી લો. હવે આ તૈયાર થયેલ મસાલાને ભીંડાની સીંગોમાં દબાવીને ભરી લો. અને એક પહોળા કાચના બાઉલમાં ૧ ૧/૨ ટેબલ સ્પૂન તેલ લઈને હિંગ ઉમેરી હાઈ ટેમ્પરેચર ૩૦ સેકંડ માટે માઈક્રોમાં મૂકો. ત્યારબાદ બધા જ ભીંડા એમાં નાખી દો. અને તેમાં ભરતા વધેલો મસાલો પણ ઉપર પાથરી દો. અને બાઉલને ઢાંકીને હાઈ ટેમ્પરેચર પર ૩ થી ૪ મિનિટ સુધી માઈક્રોમાં રાખો. વચ્ચે બે વાર ભીંડાને હલાવીને ઉપર નીચે કરો. ત્યારબાદ જરૂર પડે તો મિડીયમ ટેમ્પરેચર પર ૧ થી ૨ મિનિટ રાખી શકાય.

( જરર પ્રમાણે દરેક વાનગીઓનો ઓવનમાં રાખવાનો સમય વધારી-ઘટાડી શકાય. કારણ કે દરેક માઈક્રોવેવ ઓવનના સેટિંગ્સ અલગ અલગ હોય છે. બનાવતી વખતે થોડું ધ્યાન રાખીને સમય નોંધી લેવાથી લગભગ બધી જ વાનગીઓ સારી રીતે બનાવી શકાય છે.)

About swatigadhia