સ્ટ્રૉબેરી મસ્તી

સામગ્રી :-  ૨ કપ દૂધ ૨ ટી સ્પૂન મિલ્ક પાવડર ૧ ટી સ્પૂન ખાંડ ૨ ટેબલ સ્પૂન સ્ટ્રૉબેરી ક્રશ કેન્ડી મોલ્ડ્સ રીત :- ગરમ દૂધમાં મિલ્ક પાવડર અને ખાંડ ઓગાળીને તેને […]

સામગ્રી :- 
૨ કપ દૂધ
૨ ટી સ્પૂન મિલ્ક પાવડર
૧ ટી સ્પૂન ખાંડ
૨ ટેબલ સ્પૂન સ્ટ્રૉબેરી ક્રશ
કેન્ડી મોલ્ડ્સ

રીત :-

ગરમ દૂધમાં મિલ્ક પાવડર અને ખાંડ ઓગાળીને તેને ઠંડુ પડવા દો. ઠંડુ થઈ જાય એટલે તેમાં સ્ટ્રૉબેરી ક્રશ નાખીને સરસ રીતે મિક્સ કરી લો.

આ મિશ્રણને કેન્ડી મૉલ્ડ્સમાં ભરીને ડીપ ફ્રીઝમાં જામવા માટે રાખી દો. અને મસ્ત જામી જાય પછી આ ગરમીમાં ઠંડક મેળવવા માટે કૈંક તો કરવું પડે ને… એટલે એક પછી એક મૉલ્ડમાંથી કાઢીને  ખાતા રહો…. 🙂

સ્ટ્રૉબેરી ક્રશ બહાર માર્કેટમાં તૈયાર મળે છે જેમાં પૂરતી ખાંડ હોય છે માટે ખાંડ સ્વાદ પ્રમાણે વધારી ઘટાડી શકાય… અને જો ઘરે બનાવેલો હોય તો ખાંડને બદલે આ ક્રશ જ થોડો વધારે નાખીને કુદરતી સ્વાદને બેવડાવી શકાય… 🙂

 

 

 

 

 

 

 

 

 

 

About swatigadhia