ટમેટો સૂપ

સામગ્રી :-

૫૦૦ ગ્રામ ટમેટા
૧ ડૂંગળી
૧ લીલું મરચું
૧ નાનુ બટાકુ (જો થોડો કણીદાર કરવો હોય તો)
૧ ચમચી આદુ મરચાની પેસ્ટ
૧ ચમચો માખણ
મીઠૂં અને ખાંડ સ્વાદ પ્રમાણે

રીત :-

સૌથી પહેલા તો ટમેટાને ધોઈને બે કે ચાર ટૂકડા કરીને પ્રેશર કૂકરમાં બાફી લો. એની સાથે જ ડૂંગળીના પણ ટૂકડા કરી બાફી લો. અને જો સૂપને થોડો કણીદાર કરવો હોય તો બાફવામાં સાથે એક નાનું બટાકુ પણ નાખી દો. આ બધું જ બફાઈ જાય પછી તેને અલગ રાખી લો હવે એક વાસણમાં માખણ ગરમ કરી તેમાં લીલું મરચું, આદુ મરચાની પૅસ્ટ સાંતળો અને બાફેલા ટમેટાને તેમાં નાખી દો થોડીવાર હલાવી ને પછી ગેસ પરથી ઉતારી તેમાં હેન્ડ મિક્સી ફેરવીને બરાબર ક્રશ કરી લો. ત્યારબાદ આ મિશ્રણને ગાળી લો. તેમાં સ્વાદ પ્રમાણે ખાંડ અને મીઠું ઉમેરો અને ગેસ પર મુકીને ઉકાળો (હલાવતા રહો). જરુર પ્રમાણે ઘાટો થવા દો . ઉપરથી જરુર પ્રમાણે છીણેલું ચીઝ, ફુદિનો વગેરે નાખીને સર્વ કરો

About swatigadhia