મગની દાળ -સાબુદાણાની ઉપમા

સામગ્રી
૧ કપ સાબુદાણા
૧/૨ કપ મગની દાળ
૧ ટી સ્પુન અડદની દાળ
૧ ટી સ્પુન ચણાની દાળ
૨ કાંદા(ઝીણા સમારેલા)
૩ થી ૪ ઝીણા સમારેલા લીલા મરચાં
૧ મીઠા લીમડાની ડાળખી
૧ ટેબલ સ્પુન ધી
૧/૨ ટી. સ્પુન રાઈ
૧/૪ કપ તાજું નારિયેળ છીણેલુ
૩/૪ ટી સ્પુન મીઠુ
લીંબુનો રસ સ્વાદાનુસાર
૨ ટેબલ સ્પુન કોથમીર ઝીણી સમારેલી

રીત
(૧)સાબુદાણાને ધોઈ પાણી થી નીતારી ઓછામાં ઓછા બે કલાક પલાળવા
(૨)મગની દાળ ને પણ ધોઈ એકાદ કલાક માટે પલાળવી
(૩)નોનસ્ટીક કડાઈમાં ધી ગરમ કરવું.તેમાં અડદની દાળ અને ચણાની દાળને મધ્યમ તાપે શેકવી.તે બદામી રંગની થાય એટલે તેમાં રાઈ નાંખવી
(૪)રાઈ તતડે એટલે લીલા મરચા,લીમડો અને કાંદા ઉમેરી સાંતળવા.કાંદા ગુલાબી રંગના થાય એટલે પાણી નિતારી મગની દાળ ઉમેરવી
(૫)થોડીવાર બાદ તેમાં પલળેલા સાબુદાણા ઉમેરવા અને મીઠું,છીણેલુ નારિયેળ નાંખી મિક્સ કરવુ,૫ થી ૭ મિનિટ ઢાંકણ ઢાંકી સીજાવા દેવું.વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલી થોડું થોડું પાણી છાંટતા રેહવું.
(૬)છેલ્લે લીંબુ નો રસ ઉમેરવૉ અને ગેસ પરથી ઉતારી કોથમીર નાંખી ગરમ ગરમ સર્વ કરવુ

About swatigadhia