વેજ બીન્સ ફ્રેન્કી

સામગ્રી :- ૧૦૦ ગ્રામ રાજમા (૭ થી ૮ કલાક પલાળીને બાફેલા) ૨ + ૨ ડુંગળી ઝીણી સમારેલી ૩ ટમેટાની પ્યૂરી ૧ ટી સ્પૂન આદુ મરચાની પેસ્ટ ૧/૨ ટી સ્પૂન ગરમ […]

સામગ્રી :-

૧૦૦ ગ્રામ રાજમા (૭ થી ૮ કલાક પલાળીને બાફેલા)
૨ + ૨ ડુંગળી ઝીણી સમારેલી
૩ ટમેટાની પ્યૂરી
૧ ટી સ્પૂન આદુ મરચાની પેસ્ટ
૧/૨ ટી સ્પૂન ગરમ મસાલો
૧/૨ ટી સ્પૂન જીરુ
કોથમીર, લાલ મરચુ, ધાણાજીરુ, હળદર, મીઠું આ બધું જ સ્વાદ પ્રમાણે

૧ કાકડી પાતળી સ્લાઈસ કરેલી
૧ ગાજર પાતળી સ્લાઈસ કરેલા
૧ ડુંગળી લાંબી સમારેલી
૧ કેપ્સીકમ લાંબા સમારેલું
૧ કપ કોબીજ લાંબી સમારેલી
પનીર લાંબી સ્લાઈસમાં કાપેલું
મીઠું, ચાટ મસાલો, જીરુ પાવડર, લાલ મરચુ પાવડર

ફ્રેન્કી માટે :-
૧ કપ ઘઉંનો લોટ
૧/૨ કપ મેંદો
૧ ટેબલ સ્પૂન તેલ મોણ માટે
૧/૪ ટી સ્પૂન મીઠું

રીત :-

ઘઉંનો લોટ, મેંદો, તેલ, મીઠું મિક્સ કરી લોટ બાંધી તેની પાતળી રોટલી વણી ધીમા તાપે શેકી લો. ત્યારબાદ રોટલી વચ્ચે રાજમાનું પૂરણ મૂકી ઉપર બધા જ વેજિટેબલ્સ થોડા થોડા મૂકીને પનીરની સ્લાઈસ મૂકી મસાલો નાખવો. હવે વણેલી ફ્રેન્કીને પહેલા નીચેની બાજુથી વાળી અને ત્યારપછી બન્ને બાજુથી વાળો છેલ્લે ઉપરની બાજુથી વાળી નૉનસ્ટિક પેન પર બટર મૂકીને શેકી લો. ફ્રેન્કીને ખાવાની મજા કેચપ, ચટણી સાથે તો આવે જ છે પણ એકલી ફ્રેન્કી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

About