ચટપટા પરાઠા

બાળકો મોટે ભાગે ફ્લાવરને જોઇને દૂર ભાગતા હોય છે, પણ ખાટો, ખારો સ્વાદ અને ચીઝ તો એમને પ્રિય જ હોય છે.
આ પરાઠા બાળકોના લંચબોક્ષમાં આપવામાં સરળ રહે છે. ચીઝ હોવાને કારણે આ પરાઠા ઠંડા પણ સ્વાદિષ્ટ લાગે છે. લંચબોક્ષમા એને જામ લગાવીને પણ મૂકી શકાય છે.

(રાજેશ્વરી શુક્લની ફરમાઈશ પર…)

સામગ્રી :-

ઘઉંનો લોટ
૧/૨ કપ  છીણેલું ફ્લાવર
૧ ચમચો છીણેલું ચીઝ
ગાર્લિક પાવડર
મરી પાવડર
ચાટ મસાલો

રીત :-

ઘઉંનો લોટ લઈ તેને મોણ નાખી પરાઠાનાં લોટ પ્રમાણે બાંધી લો. લોટ બાંધતી વખતે તેમાં મીઠું ઓછું નાખવું, કેમકે સ્ટફિંગમાં ચીઝ છે જે ખારું જ હોય છે.

હવે છીણેલ ફ્લાવરમાં ચીઝ, ગાર્લિક પાવડર અને મરી પાવડર નાખીને મિક્સ કરી લો.

નાના પરાઠા વણીને ફ્લાવર અને ચીઝનાં મિશ્રણને વચ્ચે મુકીને ફરી વાળીને બંધ કરી દો (સ્ટફ કરી દો) હળવે હાથે એને વણી લો.
તવી પર ઘી મુકીને પરાઠાને શેકો, અને ગરમ હોય ત્યાં જ તેના પર જરા જરા ચાટ મસાલો છાંટી લો.

About