લાડુ

સામગ્રી :- ૨ કપ ઘઉંનો જાડો લોટ અથવા ૧ કપ ઘઉંનો લોટ અને ૧ કપ રવો ૧/૪ કપ ચણાનો લોટ ૧/૨ કપ દળેલી ખાંડ અથવા ભાંગેલો ગોળ ૨ ટેબલસ્પૂન ઘી […]

સામગ્રી :-

૨ કપ ઘઉંનો જાડો લોટ અથવા
૧ કપ ઘઉંનો લોટ અને ૧ કપ રવો
૧/૪ કપ ચણાનો લોટ
૧/૨ કપ દળેલી ખાંડ અથવા ભાંગેલો ગોળ
૨ ટેબલસ્પૂન ઘી મોણ માટે
તળવા માટે તેલ
૨ ટેબલસ્પૂન ડ્રાયફ્રુટ

રીત :-

ઘઉંનો જાડો લોટ, ચણાનો લોટ બન્ને સાથે મેળવીને ગરમ ઘીનું મોણ નાખો. અને હૂંફાળા પાણીથી એકદમ કડક લોટ બાંધી લો. હવે તેના દબાવીને ચપટા મૂઠિયા વાળી લો અને ગરમ તેલમાં ગુલાબી થાય ત્યાં સુધી તળી લો. મૂઠિયા થોડા ઠંડા પડે એટલે તેને મિક્સરમાં ભૂકો કરી ચાળણીથી ચાળી લો. હવે આ ભૂકામાં ૧/૨ કપ દળેલી ખાંડ નાખી સારી રીતે ભેળવી લો અને ગરમ ઘી ઉમેરી મિશ્રણને હલાવો બધું સરખું ભળી જાય એટલે તેમાં ડ્રાયફ્રુટના નાના ટુકડા કરીને મિક્સ કરો. અને તૈયાર થયેલા મિશ્રણમાંથી લાડુ વાળી લો.

જો ગોળના લાડુ બનાવવા હોય તો ખાંડને બદલે ગરમ ઘીમાં ગોળ ઓગાળીને તેને તૈયાર કરેલા ભૂકામાં ભેળવી લો.

ઉપરથી ખસખસ છાંટીને સહેજ દબાવીને ફરી વાળી લો.

પરંપરાગત વાનગીઓમાં મોખરે ગણાતા લાડુ પોષણમૂલ્યની દ્રષ્ટિએ પણ્ મોખરાનું સ્થાન ધરાવે છે.

About