રવા ઢોકળા

સામગ્રી :– ૧ કપ રવો ૧/૨ કપ ખાટું દહીં ૩/૪ (પોણો કપ) કપ પાણી ૧ ટે. સ્પૂન તેલ મોણ માટે ૧/૪ ટી સ્પૂન હળદર મીઠું સ્વાદ પ્રમાણે ૧ ટી સ્પૂન […]

સામગ્રી :
૧ કપ રવો
૧/૨ કપ ખાટું દહીં
૩/૪ (પોણો કપ) કપ પાણી
૧ ટે. સ્પૂન તેલ મોણ માટે
૧/૪ ટી સ્પૂન હળદર
મીઠું સ્વાદ પ્રમાણે
૧ ટી સ્પૂન આદુ મરચાની પેસ્ટ
૩/૪ ટી સ્પૂન ફ્રુટ સૉલ્ટ (ઇનો)

વઘાર માટે :- 
૧ ટેબલ સ્પૂન તેલ
૧/૨ ટી સ્પૂન રાઈ
૧/૨ ટી સ્પૂન તલ
૨ – ૩ લીલા મરચા ઝીણા સમારેલા
૧ ચપટી હીંગ

૫ – ૭ પાન મીઠો લીમડો (ઓપ્શનલ)

રીત :-
રવામાં તેલથી બરાબર મોઈ લો હવે તેમાં દહીં, પાણી, હળદર, મીઠું, આદુ મરચાની પેસ્ટ નાખીને ૨૦ મિનિટ ઢાંકી રાખો. ઢોકળિયામાં પાણી મૂકીને ૮ થી ૧૦ ઇંચની થાળીમાં તેલ લગાવી તેમાં ગરમ કરવા મૂકો.

તૈયાર કરેલા મિશ્રણમાં ફ્રુટ સૉલ્ટ ઉમેરી હલાવીને થાળીમાં રેડી લો. ૧૫ થી ૨૦ મિનિટ મિડિયમ ગેસ પર ચડવા દો. ચડી જાય એટલે કાપા પાડી લો. હવે  વઘાર માટે એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરો રાઈ તતડે એટલે તલ, મરચા, લીમડો, હિંગ નાખો અને ઢોકળા પર આ તૈયાર થયેલો વઘાર રેડી લો.

ગરમા ગરમ સર્વ કરો.

About swatigadhia