સાંભાર

ફરી એકવાર રીતુની ફરમાઈશ પર આજે….

સામગ્રી  :

૧     કપ  તુવેર દાળ
૨     ડુંગળી
૨     ટમેટા
૧     ટેબલ સ્પૂન  સાંભાર  મસાલો
૨     ટેબલ સ્પૂન  આમલીનો ઘાટો / જાડો રસ
૧     ટેબલ સ્પૂન લીલા કોપરાનું છીણ
૧     ટેબલ સ્પૂન તેલ
૧/૨  ટી સ્પૂન રાઈ
૮ થી ૧૦ પાન મીઠો લીમડો
૧ નંગ સમારેલુ  નાનું બટાકુ
મીઠું સ્વાદ અનુસાર
રીત  :

કૂકરમા તુવેરદાળ, ૧  ડુંગળી અને ૧ બટાકુ સમારીને બાફવા મૂકો. બફાયા પછી તેને વલોવીને આમલીનો રસ ઉમેરો લીલા મરચા અને ટમેટા ડુંગળીને ઝીણા સમારો. એક વાસણમાં વઘાર માટે તેલ મૂકી તેમાં રાઈ લીમડો હીંગ નાખીને ડુંગળી સાંતળો. ઝીણા સમારેલા મરચા અને ટમેટા નાખી ૨ થી ૩ મિનિટ સાંતળો. હવે વલોવેલી દાળ ઉમેરીને થોડી વાર ઉકળવા દો. સાંભાર બરાબર ઉકળી જાય એટલે તેને ઉતારીને લીલા કોપરાનું છીણ અને કોથમીર ઉમેરી ગરમાગરમ સાંભારની લિજ્જત માણો.

આ સાંભારમા દૂધી સરગવો અને રીંગણ જેવા શાક પણ સ્વાદ મુજબ ઉમેરી શકાય.

About