દાલ ફ્રાય – જીરા રાઈસ

સામગ્રી :- દાલ ફ્રાય માટે ૧  કપ તુવેર દાળ ૧/૪ કપ ચણાની દાળ (ઓપ્શનલ) ૨  મોટા ટમેટા ઝીણા સમારેલા ૨ ડુંગળી ઝીણી સમારેલી ૪ – ૫  લીલા મરચા ઝીણી સમારેલા […]

સામગ્રી :-

દાલ ફ્રાય માટે

૧  કપ તુવેર દાળ
૧/૪ કપ ચણાની દાળ (ઓપ્શનલ)
૨  મોટા ટમેટા ઝીણા સમારેલા
૨ ડુંગળી ઝીણી સમારેલી
૪ – ૫  લીલા મરચા ઝીણી સમારેલા
૪ – ૫  કળી લસણ ઝીણું સમારેલુ
૪ – ૪   તજ અને લવિંગ
૧ + ૧ ટી સ્પૂન  જીરુ
૧/૪ ટી સ્પૂન હિંગ
૧/૨ ટી સ્પૂન હળદર
૧ ટી સ્પૂન લાલ મરચું
૨  લાલ સૂકા મરચાં
૨ + ૧ ટેબલ સ્પૂન ચમચો બટર અથવા ઘી
મીઠું સ્વાદ પ્રમાણે ( ૧ ટી સ્પૂન )

જીરા રાઈસ માટે

૧ કપ ચોખા
૧ ટેબલ સ્પૂન ઘી
૧ ટી સ્પૂન જીરુ
મીઠું સ્વાદ પ્રમાણે

રીત :-

તુવેર અને ચણાની દાલ ભેગી ધોઈ નાખો. તેમાં ત્રણ ગણું પાણી નાખી અડધી કલાક પલાળી રાખો. ૧/૨ ટી સ્પૂન બટર અથવા ઘી અને ચપટી હળદર નાખો. કૂકરમાં મીડીયમ તાપે રાખી ૩ થી ૪ વ્હિસલ થવા દો.

એક કડાઈમાં ૨  ટેબલ સ્પૂન બટર અથવા ઘી મૂકો, પીગળે એટલે તેમાં ૧ ટી સ્પૂન જીરુ, તજ, લવિંગ સમારેલી ડુંગળી અને હિંગ નાખી સાંતળો, ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાંતળો, (ડુંગળી બ્રાઉન કરવાની નથી) ત્યારબાદ તેમાં લીલા મરચા, ટમેટા  નાખી અડધી ચમચી મીઠું નાખો, હલાવીને ૩ થી ૪ મિનિટ ઢાંકી રાખો. પછી તેમાં હળદર, લાલ મરચુ, (કિચન કિંગ ગરમ મસાલો ઓપ્શનલ) નાખી ૨ -૩ મિનિટ રહેવા દો. ટમેટા, ડુંગળીની ગ્રેવી થઈ જાય એટલે તેમાં બાફેલી દાળ ઉમેરો. દાળ વધારે ઘટ્ટ હોય તો  થોડું પાણી નાખી ધીમા તાપે સીઝવા દો.

બીજી સગડી પર વઘારિયામાં બાકી રહેલું ઘી અથવા બટર ગરમ કરી તેમાં અડધી ચમચી જીરુ નાખો… એ તતડી જાય એટલે ઝીણી સમારેલું લસણ ઉમેરી ૧૦ – ૧૫ સેકન્ડ સાંતળો હવે સૂકા લાલ મરચા અને સહેજ હિંગ નાખી ગેસ બંધ કરી દો. તૈયાર થયેલ વઘારને દાળ ઉપર રેડી ઝડપથી ઢાંકણ ઢાંકી દો.

૨ – ૩ મિનિટ પછી ઢાંકણ ખોલી લીલી કોથમીર ઝીણી સમારેલી ઉપર નાખીને સર્વ કરો….

About