મિક્સ દાળ હાંડવો

સામગ્રી :-

૨  કપ ચોખા
૩/૪ કપ  ચણાની દાળ
૧  કપ તુવેર, મગ અને અડદની દાળ (સરખા ભાગે)
૨  કપ છીણેલી કોબી, ગાજર અને દૂધી
૬ – ૭ લીલા મરચાં
૧  ચમચો આદુ- લસણની પેસ્ટ
૧  ચમચો તલ
૨  ચમચી રાઈ
૨ ચમચી જીરુ
૮ – ૧૦ લીમડાના પાન
વઘાર માટે તેલ
મીઠું સ્વાદ અનુસાર

 

રીત :-

ચોખા અને દાળોને અલગ અલગ પલાળી રાખો. ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરીને ઘાટું ખીરું બનાવી લો. હવે તેમાં મીઠું ઉમેરીને ૬ થી ૭ કલાક ઢાંકી રાખીને આથો આવવા દો. બનાવતી વખતે તેમાં છીણેલી કોબી, ગાજર અને દૂધી ઉમેરો, લીલા મરચા ઝીણા સમારીને ઉમેરો.  અને જરૂર પડે તો સ્વાદ મુજબ લીંબુનો રસ ઉમેરો

વઘાર માટે એક વાસણમાં તેલ ગરમ થવા દો, તેમાં  રાઈ,જીરુ, હિંગ, લીમડાના પાન, તલ અને ૧ લીલું મરચું સમારેલુ, આદુ – લસણની પેસ્ટનો વઘાર કરો. હાંડવિયામાં ખીરુ પાથરીને તેની ઉપર આ વઘાર રેડી દો. (અથવા આ મિશ્રણને ખીરામાં ભેળવીને પછી ખીરુ હાંડવિયામાં ઢાળી લો) અને ગેસ પર મૂકી ચડવા દો. લગભગ ૪૦ થી ૪૫ મિનિટ સુધી ચડવા દો.

About