સેવ ખમણી

સામગ્રી

૧  કપ  ચણાની દાળ
ચપટી સોડા બાયકાર્બ (ખાવાનો સોડા)
૨ ટેબલ સ્પૂન તેલ
૨ ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ
૨ નંગ લીંબુ
૩ થી ૪ નંગ ઝીણા સમારેલા લીલા મરચા
૨ ટેબલ સ્પૂન ખાંડ
૨૦૦ ગ્રામ ઝીણી સેવ
૧/૨ કપ દાડમના દાણા
૧/૨   કપ લીલા નાળિયેરનું છીણ. (સ્વાદ ભાવતો હોય તો)
હીંગ, લીમડો, મીઠું સ્વાદ પ્રમાણે
રીત

ચણાની દાળને ૪ થી ૫ કલાક પલાળી રાખો. સારી રીતે પલળી જાય પછી તેને મિક્સરમાં વાટી લો. થોડું પાણી ઉમેરી તેને પાતળું કરો. હવે તેમાં આદુ-મરચાની પેસ્ટ, સોડા અને મીઠું ઉમેરી ઢોકળાની જેમ વરાળથી બાફી લો. ઢોકળા જેવું બફાઈ ત્યારબાદ મોટા કાણા વાળી ખમણીથી તેને છીણી લો. એક વાસણમાં વઘાર માટે તેલ મૂકી તેમાં લીલા મરચાંના ટૂકડા, હીંગ, મીઠો લીમડો નાખીને તેમાં પાણી વઘારો. પછી તેમાં લીંબુનો રસ, ખાંડ અને મીઠું ઉમેરી સહેજ ઉકળવા દો. ત્યારબાદ બાફીને છીણેલું મિશ્રણ તેમાં ઉમેરી હલાવો. બધો મસાલો બરાબર મિક્સ થઈ જાય એટલે તેને ગેસ પરથી ઉતારી લો.

હવે એક સર્વિંગ બાઉલમાં કાઢી તેની ઉપર ઝીણીસેવ, કોથમીર, કોપરાનું છીણ, દાડમના દાણા વગેરેથી સજાવીને ગરમ ગરમ પીરસો.

About swatigadhia